HomeGujaratમોરબીમાં જિલ્લા કક્ષાનો પ્રજાસતાક પર્વ હળવદ ખાતે યોજાશે

મોરબીમાં જિલ્લા કક્ષાનો પ્રજાસતાક પર્વ હળવદ ખાતે યોજાશે

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારી ચાલી રહી છે ખાસ કરીને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા તેમજ અન્ય સરકારી કચેરીઓમાં ઉજવણીની તૈયારી ચાલી રહી છે મોરબી જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ હળવદ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે .ત્યારે પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અન્વયે કલેક્ટરે માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમો,સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણે અને સ્વચ્છતા તેમજ મહાનુભાવ માટે સ્પીચના મુદ્દા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પીજીવીસીએલ, વાસ્મો, આત્મા અને પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર, વન વિભાગ તેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે. ઉપરાંત પોલીસ, એનસીસી, એનએસએસ, ફાયર તેમજ ફોરેસ્ટના જવાનો પરેડ યોજશે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW