Thursday, November 30, 2023
HomeGujaratCentral Gujaratનાગરિકો પોતાના સૂચનો મુખ્યમંત્રીને વોટ્સએપ બોટ થકી મોકલી શકશે,7030930344 નંબર કર્યો...

નાગરિકો પોતાના સૂચનો મુખ્યમંત્રીને વોટ્સએપ બોટ થકી મોકલી શકશે,7030930344 નંબર કર્યો જાહેર

Advertisement
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ડિજિટલ ગવર્નન્સના આપેલા નવતર અભિગમની પરિપાટીએ મુખ્યમંત્રીએ આગળ ધપાવી છે
મુખ્યમંત્રીએ અદ્યતન ટેક્નોલોજી આધારિત આ મોડ્યુલ્સ-વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ.ઓ વોટ્સએપ બોટ મોડ્યુલનો શુભારંભ સુશાસન દિવસે કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ-ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર પહેલ આ મોડ્યુલના અમલ દ્વારા કરી છે.


મુખ્યમંત્રીએ કાર્યરત કરાવેલા મોડ્યુલ ‘અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ’
(UGRMS)ના માધ્યમથી રાજ્યની ૮ મહાનગરપાલિકાઓની વેબસાઇટ્સને સી.એમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી છે.
મહાનગરોના નાગરિકોની ઓનલાઇન કે ઓફલાઇન આવેલી ફરિયાદોનું સીધું જ મોનિટરીંગ હવે UGRMS વડે CM ડેશબોર્ડ પરથી થઇ શકશે.આ ઉપરાંત મહાનગરોના પ્રત્યેક ઝોન-વોર્ડ અને વિસ્તારમાંથી આવેલી ફરિયાદોનું કેટલા સમયમાં નિવારણ થયું તેની રિયલ ટાઇમ સમીક્ષા પણ આ મોડ્યુલ મારફતે કરી શકાશે. એટલું જ નહિ, શહેરી જનસુવિધા વૃદ્ધિ માટેના અસરકારક આયોજન માટે પણ આ મોડ્યુલ ઉપયોગી બનશે.ગુજરાતની શહેરી જનતાને ઇઝ ઓફ લીવીંગની સાથે ગુડ ગવર્નન્સ ડીલીવર કરવાની નેમ સાથે આ મોડ્યુલ મુખ્યમંત્રીએ કાર્યરત કરાવ્યું છે.

મુખ્યમંત્રીએ કાર્યરત કરાવેલું અન્ય એક મોડ્યુલ-
વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS), મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાની રજુઆત અને ફરિયાદ લઇને આવતા સામાન્ય નાગરિકોની સુવિધા માટે વિકસાવાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સ્વયં અને સમગ્ર મંત્રીમંડળના મંત્રીઓને સપ્તાહના બે દિવસ સોમવાર, મંગળવારે પ્રજાજનો, નાગરિકો કોઇ પૂર્વનિર્ધારીત એપોઇન્ટમેન્ટ વિના પોતાની રજુઆતો માટે મળી શકે તેવો પ્રજાહિત અભિગમ વિકસાવ્યો છે.આના પરિણામે મોટાપાયે અરજદારો, રજુઆત કર્તાઓ પોતાની રજુઆતો લઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે છે. આવા અરજદારોની રજુઆતોનું કયા સ્તરે નિવારણ થઇ શકે, નાગરિકોને સરળતાએ વધુ માર્ગદર્શન મળી રહે તે માટે VMS-વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.પોતાના પ્રશ્નોના સમાધાનની અપેક્ષા સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા દરેક નાગરિકની જુદી-જુદી ફરિયાદ/રજુઆતને વિવિધ સ્તરે અલગ તારવી તેના નિરાકરણ માટેનું સંપૂર્ણ ફોલોઅપ આ મોડ્યુલ દ્વારા લેવાશે.
આ VMS મોડ્યુલ મુલાકાતીઓના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે, વિભાગીય સ્તરે કે પછી ઉચ્ચ અધિકારી સ્તરે નિરાકરણ થઇ શકતું હોય તે મુજબનું વર્ગીકરણ કરી તેના સમાધાન માટે ઉપયોગી બનશે.
આ મોડ્યુલ દ્વારા જન સામાન્યને તેમના પ્રશ્નોના નિરાકરણ માટેનું માર્ગદર્શન પણ મળશે અને મુખ્યમંત્રી વધુને વધુ નાગરિકોનો સીધો સંપર્ક કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવેલું ત્રીજુ મોડ્યુલ ‘CMO વોટ્સએપ બોટ’ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવાની ડીજિટલ પહેલ છે.વોટ્સએપ બોટના માધ્યમથી નાગરિકો પોતાના સ્માર્ટ ફોન વડે ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ માટેનું માર્ગદર્શન મેળવી શકશે.એટલું જ નહિ, ‘વોટ્સએપ બોટ’ દ્વારા નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાત માટેનો સમય માંગવાના સંપર્ક સુત્રની તેમજ મુખ્યમંત્રી રાહત નીધિનો લાભ મેળવવા માટેની માહિત મેળવી શકશે.
આ ઉપરાંત વોટ્સએપ બોટ અંતર્ગત ‘‘રાઇટ ટુ-સી.એમ.ઓ’’ “Write to CMO” ફીચરનો ઉપયોગ કરીને નાગરિકો પોતાના સૂચન-રજુઆતો મુખ્યમંત્રીને સીધી જ મોકલી શકશે.
વોટ્સ એપ બોટ દ્વારા નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય કે મુખ્યમંત્રીનો સંપર્ક શકે તે માટે વોટ્સ એપ નંબર 7030930344 પણ જાહેર કરવામાં આવેલો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW