HomeGujaratસાવધાન મોરબી ! ક્રેડિટ પોઇન્ટ ના લાલચમાં ક્રેડિટ કાર્ડની ડિટેલ આપતા લાખો...

સાવધાન મોરબી ! ક્રેડિટ પોઇન્ટ ના લાલચમાં ક્રેડિટ કાર્ડની ડિટેલ આપતા લાખો રૂપિયાની છેતરપિંડી

ડિજિટલ યુગ આવ્યા બાદ અનેક જગ્યાએ છેતરપિંડીના પણ કેસોમાં વધારો થઇ રહ્યો છે આમ તો આપણે કહેતા હોય છી કે જેટલી સગવડતા તેટલી જ અગવડતા હોય છે વાસ્તવમાં પણ આવ જ જોવા મળી રહ્યું છે આજના યુગની અંદર ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં ઘણો વધારો થયો છે અને ઓનલાઈન છેતરપિંડી કરવી જાણે રમત વાત હોય તે પ્રકારે લોકોના મોબાઇલમાં મેસેજ અથવા તો ફોન દ્વારા કોલિંગ કરવામાં આવતા હોય છે જો આવા મેસેજ અથવા તો કોલ ની અંદર રીપ્લાય આપી એ તો છેતરપિંડી નો શિકાર બનવું પડે છે ના માત્ર ગુજરાત પરંતુ ભારત ભરની અંદર આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો મોરબી ની અંદર જોવા મળ્યો છે

મોરબીના અરિહંત સોસાયટીમાં રહેતા જીગર પોપટ નામના વ્યક્તિના મોબાઇલમાં બેંકદ્વારા જે રીતે મેસેજ કરવામાં આવતો હોઈ તેજ રીતે એક મેસેજ આવ્યો હોય અને તેમાં જીગરભાઈ ક્રેડિટ કાર્ડ ની ડીટેલ આપતા ડિટેલ ના આધારે રૂપિયા 1,98,022 ઉપડી જતા હાલ એ ડિવિઝન પોલીસ મથકે અજાણા ઈશમો સામે ઓનલાઇન છેતરપીંડીની ફરીયાદ નોધાવી હતી જેમાં પોલીસે અજાણ્યા ઇસમ સામે આઈપીસી કલમ 420 તથા આઇટી એક્ટ કલમ 66 સી અને 66 ડી મુજબ ગુનો નાધી વધુ તપાસ હાથ ધરી છે

અમે આપને એ મેસેજ પણ બતાવી રહ્યા છીએ જેથી કરીને આપના મોબાઇલમાં આ મેસેજ આવે તો સાવધાન થઈ જવું અને આવા મેસેજનો રીપ્લાય ન આપવો

VM-iCASHB મેસેજમા ICICI Credit Card Points Worth
Rs.6850 Will Expired Tomorrow. Kindly Redeem Points In Cashback

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW