Sunday, July 7, 2024
HomeNationalInter Nationalભારત સુદાનના અબેઈમાં યુએન મિશનના ભાગ રૂપે સૌથી મોટી મહિલા યુનિટ તૈનાત...

ભારત સુદાનના અબેઈમાં યુએન મિશનના ભાગ રૂપે સૌથી મોટી મહિલા યુનિટ તૈનાત કરી કીર્તિમાન રચશે

ભારતએ અબેઈમાં યુએન મિશનમાં બટાલિયનના ભાગ રૂપે યુએન પીસકીપર્સની મહિલા પ્લાટૂન તૈનાત કરી રહ્યું છે.મહિલા શાંતિ રક્ષકોની આ એકમાત્ર સૌથી મોટી તૈનાતી છે.
ભારતીય ટુકડી, જેમાં બે અધિકારીઓ અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે, એક એંગેજમેન્ટ પ્લાટૂનનો ભાગ બનશે અને લોક સંપર્ક માં નિષ્ણાત હશે, જોકે તેઓ સુરક્ષા સંબંધિત વ્યાપક કાર્યો પણ કરશે.
તેમની હાજરી ખાસ કરીને અબેઇમાં આવકારવામાં આવશે, જ્યાં હિંસામાં તાજેતર ઉછાળાએ સંઘર્ષ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પડકારરૂપ માનવતાવાદી ચિંતાઓને વેગ આપ્યો છે.

મહિલા શાંતિ રક્ષકો સ્થાનિક વસ્તીમાં, ખાસ કરીને સંઘર્ષ વિસ્તારમાં જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અને બાળકો સુધી પહોંચવાની અને તેમની સાથે જોડાવા માટેની તેમની ક્ષમતા માટે સમગ્ર વિશ્વમાં શાંતિ જાળવણી મિશન ખૂબ જ માનવામાં આવે છે.
ભારતીય મહિલાઓ ખાસ કરીને શાંતિ જાળવણીમાં સમૃદ્ધ પરંપરા ધરાવે છે. યુએનના પ્રથમ પોલીસ સલાહકાર ડો. કિરણ બેદી, મેજર સુમન ગવાણી અને સુશ્રી શક્તિ દેવીએ યુએન પીસકીપીંગમાં પોતાની ઓળખ બનાવી છે.
કોંગો અને દક્ષિણ સુદાનમાં આપણી ટીમોએ પણ મહિલાઓ અને બાળકોને પાયાના સ્તરે સામુદાયિક અને સામાજિક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં અદભૂત કાર્ય કર્યું છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW