મોરબી નજીક આવેલા લીલાપર જોધપર રોડ પર આવેલ તીર્થક પેપરમિલના ફેન્સીગ વિભાગમાં કામ કરતો પ્રકાશ વિજય શંકર આઝાદ નામનો શ્રમિક ફેક્ટરીમાં ઇલેકટ્રીk ક્રેનની મદદથી રોલ સેટ કરતો હતો તે દરમિયાન અકસ્માતે 8 ટન જેટલું વજન ધરાવતા પેપર રોલ નીચે દબાઈ જતા શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજા પહોચી હતી જેથી તેને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

