HomeGujaratમોરબીમાં લાઈબ્રેરી અને બુક બેન્ક સંદર્ભે એલ.ઈ.કોલેજના પટેલ સોશિયલ ગ્રુપની મિટિંગ મળી

મોરબીમાં લાઈબ્રેરી અને બુક બેન્ક સંદર્ભે એલ.ઈ.કોલેજના પટેલ સોશિયલ ગ્રુપની મિટિંગ મળી

મોરબીની એલ.ઈ.કોલેજના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા નિયમિત પણે વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓનું આયોજન થતું હોય છે ત્યારે મોરબીની જનતા વાંચનાભિમુખ બને અને વાંચનપ્રેમીઓની જ્ઞાનક્ષુધા સંતોષાય એ હેતુથી લાઈબ્રેરી અને બુકબેન્કનું નિર્માણ થયું છે. આ સંદર્ભે આજે વર્ષના પ્રથમ દિવસે જ ટ્રસ્ટીગણ અને વિધાર્થી મંડળની મિટિંગ મળી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સર્કિટ હાઉસની બાજુમાં ૩૫૦૦ સ્કવેર ફિટમાં લાઈબ્રેરી અને બુકબેન્કનું નિર્માણ થયું છે. અને તેમાં આવનારા સમયમાં GPSC,UPSC ના વર્ગો પણ ચાલુ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન સંદર્ભે આજે પટેલ સોશિયલ ગ્રુપ, કોલેજના ટ્રસ્ટીગણ અને વિધાર્થી મંડળની મિટિંગ મળી હતી. જેમાં આગામી પ્રકલ્પોની ચર્ચા અને આયોજન અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW