નવસારી પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 48 પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે કારમાં સવાર આઠ લોકોના મોત થયા હતા જ્યારે બસના ડ્રાઇવરને એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે નવસારી પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 48 પર વેશમાં ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા નવસારી જિલ્લા પોલીસવડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તાત્કાલિક ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ ક્રેનની મદદથી બસને રોડની સાઈડ પર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અક્સ્માતના કારણે હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. મૃતકો અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાની માહિતી સામે આવી રહી છે. આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે નવ લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં ઇજા પામલે અગિયાર લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર છે ખસેડવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિને વધુ ઈજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
