Tuesday, December 5, 2023
HomeGujaratનવસારીમાં મારામારી ગુનાના આરોપીએ ચાલુ કોર્ટમાં જજ પર હુમલો કર્યો

નવસારીમાં મારામારી ગુનાના આરોપીએ ચાલુ કોર્ટમાં જજ પર હુમલો કર્યો

Advertisement
Advertisement

નવસારી સેસન્સ કોર્ટમાં આજે એજ મારામારીના ગુનામાં પકડાયેલ આરોપીએ જજ પર અચાનક પથ્થર વડે હુમલો કરતા હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા આરોપીએ ફેકેલ પથ્થર દીવાલ પર લગતા જજને ઈજા પહોચતા સહેજમાં બચી હતી હતી અગાઉ પણ આ આરોપી દ્વારા જજ પર ચપ્પલ ફેકવામ આવ્યું હતું

2019ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડ જે મૂળ સુરત રહે છે. તેણે નવસારીના કબીલપોર રહેતા લોકો સાથે મારામારી કરી હતી અને 326ના ગુનાના કામે તેના ઉપર કેસ કાર્યરત છે, જે પૈકી આજે સવારે 11:30 વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.આર. દેસાઈ ઉપર કોર્ટ કાર્યવાહી કરવા દરમિયાન ખીસામાંથી પથ્થર કાઢીને છૂટો ફેંક્યો હતો. જોકે, સદનસીબે એ પથ્થર દીવાલ ઉપર ટકરાયો હતો અને મહિલા જજનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના બનતા કોર્ટ પરિસરમાં આ ઘટનાને લઈને નિંદા કરવામાં આવી છે. અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ શેખ નામના જજ ઉપર ચંપલ વડે હુમલો કર્યો હતો, જોકે, ત્યારે પણ જજને ચંપલ વાગતા બચ્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW