HomeGujaratજામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પોલીસકર્મી પર આક્ષેપ,ધરણા ચાલુ કામ બંધ

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પોલીસકર્મી પર આક્ષેપ,ધરણા ચાલુ કામ બંધ

જામનગરના નવાગામ ઘેડ નજીક ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ આવેલ છે, જ્યાં ગતરાત્રીના કેટલાક શખ્સોએ તબીબી છાત્રોને ગાળાગાળી કર્યા બાદ સીટી બી ડીવીઝન પોલીસના પોલીસકર્મીએ ત્યાં નશાની હાલતમાં આવી અને વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કર્યાનો મામલો ગતરાત્રીથી ગાજી રહ્યો છે અને આજે સવારે પણ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જ્યાં સુધી પગલા ના લેવાય ત્યાં સુધી કોઈ જ મેડીકલ છાત્રો હોસ્પીટલમાં ફરજ બજાવશે નહિ તેવી જાહેરાત કરી છે..

આ અંગે આજે સવારે તબીબી છાત્ર ડો.મનીષ ગુપ્તા એ જણાવેલ કે અમે લોકો ગત રાત્રિના સમયે એક સિનિયર ડોકટરનો જનમદિવસ સિનિયર અને જુનિયર તબીબી છાત્રો ભેગા મળીને મનાવી રહ્યા હતા ત્યારે ગેટ પર આવી કેટલાંક લોકો અમને ગાળો કાઢવા લાગ્યા અને રાડા-રાડી કરતા હતાં અને થોડીકવાર કેમ્પસમાં પોલીસની બે પી. સી.આર. વાન પહોંચી હતી અને તે લોકોએ બહાર કાઢી અને મને માર માર્યો હતો..અને અન્ય વિદ્યાર્થીઓને પણ પોલીસે માર માર્યો છે..અને આવેલ પોલીસકર્મી ઓ પૈકી કેટલાંક દારૂના નશામાં ધૂત હતા અને અમારી સાથે અતિશયોકતી કરી છે.. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યા સુધી અમે ધરણાં પર બેસીશું અને હોસ્પિટલની કામગીરીથી અળગા રહીશું તેમ ગુપ્તા એ વાતચીતના અંતે કહ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW