મોરબીના રવાપર વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં રહેતા અને માળીયાના ભીમસર ચોકડીનજીક આવેલા એરકોન માઈક્રોન્સ પ્રા લી નામની ફેકટરી ચાલવતા નિલેશ બચુભાઈ ગડારાની ફેક્ટરીમાંથી મુંબઈના . ગુસમહમદખાન ઉફૈ સજ્જનખાન તાહીરા ગુસમહમદખાન નામના શખ્સોએ કુલ રૂ.૧,૯૯,૮૪,૦૪૯/- નો માલ ખરીદી જેમાથી આરોપીઓએ રૂ.૩૯,૧૩,૧૨૯/- નહી આપી તેમજ નિલેશભાઈ પાસેથી હાથ ઉછીના લિધેલ રોકડા રૂપીયા કુલ ૭,૧૨,૪૨૨/- પરત નહી આપી એમ કુલ રૂ.૪૬,૨૫,૫૫૧/- ચુકવી આપવાનો ખોટો દીલાસો આપી ફરી.નો વીશ્વાસકેળવી બાકી રહેતી લેણીની રકમ રૂ.૪૬,૨૫,૫૫૧/- નહી ચુકવી ફરીયાદી સાથે આરોપીઓએ છેતરપીંડી કરી હતી બનાવ અંગે નિલેશભાઈએ બંને શખ્સો વિરૃધ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

