HomeGujaratમોરબીમાં GSTની ટીમ ત્રાટકી,4 ટ્રેડર્સ,5 સિરામિક ફેક્ટરીમાં ચેકિંગ, રાજકોટ-અમદાવાદની ટીમની કાર્યવાહી

મોરબીમાં GSTની ટીમ ત્રાટકી,4 ટ્રેડર્સ,5 સિરામિક ફેક્ટરીમાં ચેકિંગ, રાજકોટ-અમદાવાદની ટીમની કાર્યવાહી

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાંથી વિધાઉટ બીલ કે અન્ડર ઇન્વોઇસથી સિરામિક ટાઈલ્સનું વેચાણ થતા હોવાની મળેલી માહીતીના પગલે ડાયરેકટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલીજન્સના અધિકારીઓની રાજકોટ અને અમદાવાદની ટીમ ત્રાટકી હતી અને અલગ અલગ 5 સિરામિક ફેક્ટરી અને 4 ટ્રેડર્સને ત્યાં વહેલી સવારથી અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ડીજીજીઆઈ ના દરોડા ની કાર્યવાહી જાણ થતા સિરામિક ઉધોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જે જે ફેક્ટરી અને ટ્રેડર્સને ત્યાં દરોડા પડ્યા છે તેમાં મોટા પાયે બીલ વિના સિરામિક પ્રોડક્ટનું વેચાણ થતું હોવાનું સામે આવતા આગામી દિવસમાં ત્યાં લાખો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇન્કમ ટેક્સ વિભાગની તકનીકથી રેડ પડી

મોરબીના જે સિરામિક ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા તે જાણે આવક વિભાગ દ્વારા પાડવામાં આવ્યા હોય તેવી ટેકનીક વાપરી હતી અમદાવાદની ટીમને છેલ્લે સુધી ક્યાં ચેકિગ માટે જવાનું છે તેની જાણકારી ન હતી આવક વેરા વિભાગની ટીમ જેમ વહેલી સવાર રેડની જગ્યાએ પહોચે તેમ રાજકોટ અને અમદાવાંદના સ્ટાફને જોડવામાં આવ્યો હતો અને જે બાદ તેઓ અલગ અલગ ટુકડી બનાવી ટીમ 5 ફેક્ટરી અને 4 ટ્રેડર્સને ત્યાં પહોચી હતી અ રીતે દરોડાની કામગીરીથી ખુદ જીએસટી સ્ટાફ પણ ચોકી ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW