HomeGujaratમોરબી:મેડીકલ કોલેજની કામગીરી ફરી તેજ, ખાનગી એજન્સીને રૂ. 499 કરોડમાં કામગીરી પૂર્ણ...

મોરબી:મેડીકલ કોલેજની કામગીરી ફરી તેજ, ખાનગી એજન્સીને રૂ. 499 કરોડમાં કામગીરી પૂર્ણ કરવા સોપાઈ

મોરબી જિલ્લો બન્યાના 8 વર્ષ જેટલો સમય થવા છતાં આરોગ્ય સુવિધા બાબતમાં તાલુકા કક્ષાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી મોરબી વાસીઓ મેડીકલ કોલેજ શરૂ કરવાની માગણી હતી આ માગણી સરકારે મંજુર કરી છે.અને નવી મેડીકલ કોલેજની સનાળા ગામની જમીન ફાળવવામાં આવી હતી. જોકે નવાં બિલ્ડિંગમાં વધુ સમય લાગે તેમ હોવાથી હાલમાં જિલ્લા પંચાયતનાગીબશન જૂના બિલ્ડિંગમાં મેડિકલ કોલેજ શરૂ કરી દેવામાં આવી છેબીજી તરફ સિવિલ હોસ્પિટલ સલંગ્ન મેડિકલ કોલેજ માટે હાલના તબક્કે 450 બેડની અદ્યતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે ડિઝાઇન – પ્લાન મંજૂરી અર્થે મોકલી દેવાયો છે જે સંભવતઃ આગામી 20 કે 25 દિવસમાં એપ્રુવ થયા બાદ ફૂલ ફલેન્જમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની કામ શરૂ થઈ જશે.મળતી માહિતી મુજબ નવી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ 30 એકર જગ્યામાં મેડિકલ કોલેજ કેમ્પસ, 450 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન માટે બંગલો, યુજી અને પીજી સ્ટુડન્ટ માટે હોસ્ટેલ, ક્લાસ-1, ક્લાસ-2 અને ક્લાસ-3 અધિકારીઓ માટે આવાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW