HomeGujaratમોરબીની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ

મોરબીની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ

મોરબીના નાનીવાવડી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ધોરણ – 6 થી 8 ના બાળકો માટે ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુમાર અને કન્યાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
જેમાં સૌ પ્રથમ ક્વિઝના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. ક્વિઝમા કુલ ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આધારીત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બીજો રાઉન્ડ 50-50 હતો, જેમાં રમતગમત આધારીત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા રાઉન્ડમાં ધાર્મિક સ્થળો અને સંતો આધારીત પ્રશ્નોતરી કરવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ ચોથા બજર રાઉન્ડમાં કહેવતો અને ગાણીતિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અંતે સૌથી વધુ ગુણ મેળવનાર વીર સાવરકર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ભાગ લેનાર તમામ બાળકોને શાળા દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે નાનીવાવડી સી.આર.સી. કોઓર્ડીનેટરે ખાસ ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ કાર્યકમને સફળ બનાવવા બને શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ પોતાની ફરજ અદા કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW