HomeGujaratકીર્તિ પટેલ ફરી વિવાદમાં,દવા પીને મરી જઈશ, જેના જવાબદાર ધારાસભ્ય ભૂપત ભાયાણી...

કીર્તિ પટેલ ફરી વિવાદમાં,દવા પીને મરી જઈશ, જેના જવાબદાર ધારાસભ્ય ભૂપત ભાયાણી રહેશે.

ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલનો એક વીડિયો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આ વાઈરલ વીડિયોમા કીર્તિ પટેલ જૂનાગઢના ભેંસાણ પોલીસ વાત કરી રહી હતી. આ બોલચાલી દરમિયાન કીર્તિ પટેલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને તેના ભત્રીજા જમન ભાયાણી સામે ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે ‘આજે છોકરીની ઈજ્જત નીકળે ને તો કોઈ સામું ન જોવે’. ‘આપના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપત ભાયાણીના કહેવાથી આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આગળ વાત કરતા કીર્તિ પટેલે કહ્યું કે ‘મને મારો ન્યાય જોઈએ અને મને મારી ઈજ્જત પાછી જોઈએ. આ રીતે તમે મને રોકી ના શકો. અમે કોઈ ગુનેગાર છીએ? અમે કોઈ આતંકવાદી છીએ? તો આ બંદોબસ્ત કેમ? તમે પણ ચાલો મારી જોડે તેના ઘરે. મારે તેને હાથ પણ નથી અડાડવો. મારે ખાલી મારા સવાલોના જવાબો જોઈએ છે.

આ સાથે કીર્તિ પટેલે પોલીસને સ્પષ્ટ ચીમકી આપતા કહ્યુ કે જો મને ન્યાય નહીં મળે તો હું અહીં જ દવા પી લઈશ અને મરી જઈશ.

આ સાથે તેણે કહ્યુ કે ભુપત ભાયાણી, જમન ભાયાણી અને ભેંસાણની પોલીસ જવાબદાર રહેશે. હું કમસથી કહું છું કે આજે મને ન્યાય નહીં મળે, જવાબ નહીં મળે તો હું મરી જઈશ.

આ સાથે કીર્તિ પટેલે પોતાના અંગત જીવન માટે પણ આ લોકોને જવાબદાર ગણાવતા ખ્યુ કે મારા પિતાએ મને કાઢી મૂકી છે, મારી સગાઈ તૂટી ગઈ છે આવા લોકોના કારણે જ થયુ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW