મોરબી જિલ્લાના હળવદ તાલુકા નવા માંલણીયાદ ગામમાં રહેતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર નામના 56 વર્ષના આધેડ દ્વારા ગત બુધવારના રોજ ખાતર ભરેલ ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો બનાવના બીજા દિવસે આધેડના નામથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેમણે વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરતા ચકચાર મચી જવા પામી હતી. સુસાઇડ નોટમાં જયંતિભાઈએ અલગ અલગ 9 વ્યક્તિના નામ જણાવ્યા હતા જેઓ તેની પાસે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો તેઓએ આ ઘટનામાં પરિવારના સભ્યોનો કોઈ વાક ન હોય કે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો પણ ન થયો હોવાનું જણાવ્યું હતું
સુસાઈડ નોટ સામે આવ્યા બાદ મૃતકના પરિવાર દ્વારા આ અંગે હળવદ પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી અને સુસાઇડનોટમાં જેમનો ઉલ્લેખ છે તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી છે.

