રાજકોટ શહેરથી જામનગર અને મોરબી તરફ જવાના રસ્તાને જોડતા માધાપર ચોકડી પાસે ઓવર બ્રીજની કામગીરી ચાલી રહી છે.આ બ્રીજ બ્રીજની શરુઆત જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપથી શરુ થઇ હતી. આ બ્રીજનો જામનગર તરફથી આવતો રોડ વોરા સોસાયટી પહેલાં પૂર્ણ થતો હતો. માધાપર ચોકડી ઓવરબ્રિજના વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય આ જગ્યા પર બ્રીજની કામગીરી દરમ્યાન કોઈ આકસ્મિક ઘટના ન બને તેમજ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા માધાપર વિસ્તારમાં વાહનની અવર જવર પર પ્રતિબંધ મૂકતું જાહેર નામું બહાર પાડ્યું છે. આ સ્લેબના સેન્ટ્રિંગ માટે સમગ્ર ચોકડીમાં ટ્રાફિક મૂવમેન્ટ બંધ કરવામાં આવે છે.
માધાપર ચોકડી પાસે મુવમેન્ટ બંધ થતા વૈકલ્પિક માર્ગ શરુ કર્યા
- અયોધ્યા ચોક 150 ફિટ રીંગ રોડથી બેડી ચોકડી જતાં તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ જઈ જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપથી યુ ટર્ન લઈ બેડી ચોકડી તરફ જઈ શકસે..
- બેડી ચોકડીથી અયોધ્યા ચોક 150 ફિટ રીંગ રોડ ( ફક્ત શહેર તરફ જતા ) તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઈ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડીવાઇડરથી યુ ટર્ન લઈ અયોધ્યા ચોક 150 ફિટ રીંગ રોડ તરફ જઈ શક્સે..
- બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાના/ટંકારા થઈ જામનગર ધ્રોલ તરફ જઈ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહી..
- બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા ટું/થ્રી/ફોર વ્હીલ વાહનો /નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરિયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઈ શકશે તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ ટું/થ્રી/ફોર વ્હીલ વાહનો /નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષી ચોક રેલવે નગર અંડર બ્રિજથી શહેર તરફ જઈ શકશે.