મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રાજકોટ ટીમ દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ત્રણ જેટલા ઘડિયાળ બનાવતા યુનિટો પર દરોડા પાડી તપાસ હાથ ધરતા મોટા પાયે જીએસટી ચોરીને લગતા દસ્તાવેજી સાહિત્ય કબજે કરવામાં આવ્યા હતા અને આ સાથે જપ્ત કરેલ સાહિત્ય ચકાસણી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે પ્રાથમિક તપાસમાં રૂ 2 કરોડની જીએસટી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે
સમગ્ર મામલે તપાસ દરમિયાન દિલ્હી કનેક્શન પણ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે.હાલ તો અધિકારી દ્વારા દિલ્હી સેન્ટ્રલ જીએસટી અને કસ્ટમ્સને જાણ કરવામાં આવી છે આવનાર દિવસોમાં દિલ્હીથી કલોક મુવમેન્ટની ખરીદી કરતા ઘડિયાળ ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થવાની સંભવાના સેવાઈ રહી છે.ભૂતકાળમાં પણ દિલ્હીથી આ રીતે અન્ડર ઇન્વોઇસ થાકી કાન્સાઈમેન્ટ ક્લીયર કરવામાં આવ્યા છે આ અંગે તપાસ કરવામાં આવતા કેટલી મુવમેન્ટ મોરબીના કલોક ફેક્ટરીને સપ્લાય કરવામાં આવી છે તેની માહિતી પણ સામે આવી શકે છે
જીએસટીની તપાસમાં સમગ્ર રેકેટ દિલ્હીથી જ ચાલતું હોય અને પ્રિવેન્ટીવ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તપાસણી અન્ડર ઇન્વોઇસ થકી કન્સાઈમેન્ટ ક્લીયર કરવામાં આવ્યા હતા તેની પણ ચકાસણી કરવમાં આવી રહી છે

