મોરબીના રાજપર ગામ નજીક એરોડ્રામની જગ્યા આસપાસમંજુરી પામેલ ડોમેસ્ટિક એરપોર્ટની જગ્યા પર છેલ્લા 6 માસથી લાગેલ ગ્રહણ દુર થવાની શક્યતા વધી છે એરપોર્ટ ઓથોરીટીની ટીમે આજે એરપોર્ટની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરક્ષણ કર્યું હતું સાથે સ્થાનિક ખેડૂતોના રસ્તા મુદે ચાલતા વિરોધને પગલે અટકી પડેલી બાઉન્ડ્રી વોલની કામગીરી આગળ ધપાવવા અને ખેડૂતોની માંગણીને ન્યાય અપાવવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી.
મોરબીના રાજપર ગામમાં આવેલ રાજાશાહી વખતના એરો ડ્રામને રી ડેવલોપમેન્ટ કરી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે એરપોર્ટ બનાવવા મંજૂરી આપી હતી આ અંગે જમીન ફાળવવામાં આવી હતી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા બાઉન્ડ્રી વોલ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોટા ભાગની પૂર્ણ થયા બાદ અચાનક આસપાસ ગ્રામજનોએ તેમની ખેતરોમાં આવવાં જવાનો રસ્તો બંધ થતો હોવાનું જાણવી વિરોધ કર્યો હતો જેને પગલે આ કામગીરી અટકી પડી હતી. 60 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોના વિરોધના કારણે બાકીની કામગીરી અટકી પડી હતી હવે નવી સરકાર અસ્તિત્વમાં આવતાની સાથે પેન્ડીંગ કામગીરી તેજ કરી દેવાઈ છે.
મોરબી એરપોર્ટની પણ છ મહિનાથી લટકી પડેલી એરપોર્ટ બાઉન્ડ્રી વોલની કામગીરી ફરી તેજી પકડે તેવી સંભાવના વધી છે આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની એક ટીમે રાજપર ખાતે એરપોર્ટના સ્થળે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં જવાં અવાનો રસ્તો બંધ થતો હોવાનું કારણ આપી કામગીરી અટકાવી હોવાનો મુદો ઉઠતા અધિકારીઓ દ્વારા ખેડૂતો માટે એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી. ખેડૂતોના પ્રશ્ન હલ થઈ જાય તો મોરબી એરપોર્ટની કામગીરી ફરી આગળ વધી શકે છે અધિકારીઓની ખાતરી બાદ ખેડૂતો માટે શું વ્યવસ્થા થશે શું એમના માટે અન્ય રસ્તો બનાવી દેવાશે કે કેમ તે સમય આવ્યે ખ્યાલ આવશે.હાલ એરપોર્ટ ઓથોરીટીની ટીમની મુલાકાત બાદ એરપોર્ટની કામગીરી ફરી આગળ વધશે તેવી હાલ સંભાવના વધી છે.

