HomeGujaratટંકારાની આ વિદ્યાર્થિનીની લખવાની અનોખી રીત જોઈને તમે પણ અચંબિત થઈ જશો

ટંકારાની આ વિદ્યાર્થિનીની લખવાની અનોખી રીત જોઈને તમે પણ અચંબિત થઈ જશો

આજના સમયમાં વાલીઓ બાળકો પર પોતાની અપેક્ષાઓના બોજ નાની ઉમરથી થોપી દેતા હોય છે અને આ અપેક્ષા પૂરી કરવામાં બાળકોમાં છુપાયેલ આંતરિક શક્તિ બહાર આવી શક્તિ નથી. દરેક બાળકમાં આંતરિક શક્તિ કે કળા છુપાયેલી હોય છે. જે દરેક વ્યક્તિ એકબીજાથી કોઈને કોઈ રીતે અલગ પડતાં હોય છે. મોરબી જિલ્લાના ટંકારાની એક એવી વિદ્યાર્થિનીની જે બીજા તમામ વિદ્યાર્થી કરતાં જરા અલગ પડે છે. આ વિદ્યાર્થીનીની લખવાની અનોખી રીત જોઈને સૌ કોઈ અચંબિત થઈ જાય છે. કેમ કે સામાન્ય રીતે આપણે બુકમાં આડું લખતાં હોઈએ છીએ જ્યારે આ વિદ્યાર્થિની શરૂઆતથી ઉભું લખી રહી છે.

આ વિદ્યાર્થિનીનું નામ છે ભોરણીયા યશવી દિનેશભાઈ. ભોરણીયા યશવી ટંકારાની ન્યૂ વિઝન સ્કૂલ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે. સામાન્ય રીતે આપણે બુકમાં છપાયેલી લાઈનમાં આડુ લખતાં હોઈએ છીએ. જ્યારે યશવી બુકની લાઈનમાં ઉભું લખી રહી છે. યશવીની લખવાની આ અનોખી રીત અન્ય સાથી વિદ્યાર્થીઓએ પણ કોપી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ યશવીની જેમ કોઈ વિદ્યાર્થી લખી શકતા નથી. યશવીની આ લખવાની રીત જોઈને સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ અચબિંત થઈ આશ્ચર્ય પામી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW