વાંકાનેર તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું જેમાં વીરપર પ્રાથમિક શાળા એ બી આર સી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022 માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે.
સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ નંબર આવતા બીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વીરપર શાળાના શિક્ષક પરમાર ભરતભાઈ ના માર્ગદર્શન થી બે વિદ્યાર્થીનીઓ દેકાવડીયા વિલાસબેન મહેશભાઈ અને ડાંગરોચા રેખાબેન છગનભાઈએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ ત્રણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માં આવેલી કૃતિઓ માંથી પ્રથમ નંબર મેળવતા હવે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રસંગે શાળાના સ્ટાફ ,આચાર્ય, સીઆરસી કોઓર્ડીનેટર બીઆરસી કોઓર્ડીનેટર એ વીરપર પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને વિદ્યાર્થીનીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.

