મોરબી માળિયા વિધાનસભા ચુંટણીના પરિણામે આ વખતે સૌ કોઈને ચોકાવ્યા હતા ખાસ કરીને માળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ક્યારેય ન મળ્યા હોય તેટલા મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને મળ્યા હતા આ માટે મોરબી માળિયાના ભાજપના કાર્યકરો અને આગેવાનોની મહેનતની સાથે સાથે ભાજપ દ્વારા ચુંટણી સમયે મોરબી માળિયા બેઠકમાં યુપીથી આગેવાનોની ટીમનો સહયોગ મળ્યો હતો.ચુંટણીમાં માળિયા પંથકમાં ઉતર પ્રદેશના લખનઉ થી આવેલ કિશાન મોરચાના આગેવાન નરેન્દ્ર સ્વામીને નિયુક્ત કરવામાં આવ્યા હતા નરેન્દ્ર સ્વામી દ્વારા માળિયા પંથકમાં ભાજપને મત મળે તે માટે બે મહિના કરતા પણ વધુ સમય પસાર કર્યો અને નાના કાર્યકરથી લઇ આગેવાનો સાથે બેઠક કરી અને રણનીતિ ઘડી હતી અને તે રણનીતિની અમલવારી કરાવી હતી જેના ફળ સ્વરૂપે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને માળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી નોધપાત્ર મળ્યા હતા માળિયા પંથકમાંથી મળેલી મતને પગલે જ કાંતિ અમૃતિયાને 62 હજાર જેટલી જંગી લીડ મળવામાં સફળતા મળી હતી