Thursday, November 30, 2023
HomeBussinessમાર્ચ મહિના આવતા GST ના દરોડા શરૂ,મોરબીના લાતી પ્લોટ માં CGSTના દરોડા

માર્ચ મહિના આવતા GST ના દરોડા શરૂ,મોરબીના લાતી પ્લોટ માં CGSTના દરોડા

Advertisement
Advertisement

મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ સહિત ઘડિયાળ ઉપયોગમાં છેલ્લા બે દિવસથી સીજીએસટી વિભાગના દરોડા પડતા લાતી પ્લોટ માં અફરાતફરી માહોલ જોવા મળી રહ્યો છે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી પર પડેલા દરોડા નો રેલો ઘડિયાળના ત્રણ જેટલા કારખાના ઉપર પહોંચ્યો

સતત બે દિવસથી હાઇવે પર મોબાઈલ સ્કવોડ દ્વારા વાહન ચેકિંગ કરી જીએસટી ચોરી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં બે દિવસ પહેલા 14 જેટલા ટ્રકો સીરામીક, પ્લાસ્ટિક, લોખંડ જેવા માલ સામાનની હેરાફરતી કરતા ટ્રકો ઝડપાયા હતા હજુ પણ મોબાઇલ સ્ક્વોડ સતત વાહનોની ચેકિંગ કરતું જોવા મળી રહ્યું છે

ગઈકાલે વહેલી સવારે મોરબીના લાઠી પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ના ધંધાથી પર દરોડા પાડવામાં આવ્યા હતા આ સાથે ત્રણ જેટલા ઘડિયાળ ઉદ્યોગ પર પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજપર રોડ ઉપર આવેલા બે જેટલા યુનીયોમાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે

જોકે મળતી માહિતી મુજબ વાત કરીએ તો મોરબી ઉદ્યોગ માં માર્ચ મહિનો નજીક આવતા દર વર્ષે જોવા મળી રહી છે ત્યારે હવે માર્ચ મહિનાની ત્રણ મહિના જેટલો સમય બચ્યો છે તેવામાં દરોડાની કામગીરી મોરબી ની અંદર જોવા મળી રહી છે ગઈકાલે પડેલા દરોડા ની કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે આ કામગીરીમાં સીજીએસટીની ટીમને અનેક દસ્તાવેદી સાહિત્ય સાથે લાગ્યાન હાલ જાણવા મળી રહ્યું છે જોકે આ દરોડા ની કામગીરીથી લાતી પ્લોટ વિસ્તારમાં હાલ અનેક ધંધાર્થીઓ પોતાના ધંધા બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW