Tuesday, December 5, 2023
HomeGujaratભૂપેન્દ્ર સરકારમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી, કોણ બન્યું રાજ્યકક્ષાના મંત્રી,ઘણાના મોઢા...

ભૂપેન્દ્ર સરકારમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી, કોણ બન્યું રાજ્યકક્ષાના મંત્રી,ઘણાના મોઢા બગડી ગયાં!..

Advertisement
Advertisement

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. ત્યારે અહીં જાણીએ કે કોના કોના નામ કયા મંત્રી પદમાં આવ્યા અને કોણ કોણ નારાજ થયું છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી બન્યા છે.

કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

કેબિનેટ મંત્રી તરીતે આટલા ધારાસભ્યોએ લીધા શપથ
બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, મૂળુભાઈ બેરા

રાજ્યકક્ષાના મંત્રી તરીતે આટલા ધારાસભ્યોએ લીધા શપથ
હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, બચ્ચુ ભાઈ ખાબડ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુ સિંહ પરમાર, કુંવરજી હળપતિ

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW