મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામે આવેલ અંકલ સિરામિક નામની ફેક્ટરીના ભાગીદારો સામે ધી – કો ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડની મોરબી બ્રાન્ચ દ્માંવારા એ ડીવીઝન પોલીસ મથકમાં રૂ 3.10 કરોડની છેતરપીંડી કર્મયા અંગેની ફરિયાદ નોધાવી હતી. બેંક મેનેજર દ્શીવારા નોધાવેલ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળી બેંકમાંથી બેંકની મશીનરી લોન પેટે રૂ.3.10 કરોડની લોનમા જે મશીનરી ઉપર ધીરાણ અંગે સિક્યુરીટી તરીકે લખી આપી હતી જે બેંકની તરફેણમા જંગમ મિલ્કતો એટલે કે મશીનરી કે જે ગીરો/હાઇપોથીકેશન તા.૨૯/૦૨/૨૦૨૦ ના રોજ બેંક તરફે કરી આપવામા આવેલ તે મશીનરીની બેંક અધીકારી દ્બારા તપાસણી કરતા મશીનરી સ્થળ ઉપર હાજર મળી આવી ન હતી જેથીઆ અંગે તપાસ કરતા બેંકને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર આરોપીઓએ બારોબાર વેચી નાખી હતી અને બેંક સાથે વિશ્વાશઘાત કર્યો હતો .
બનાવ અંગે મળતી માહિતી મુજબ ધી કો – ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડની મોરબી બ્રાન્ચમાંથી અંકલ સિરામિક પ્રાઇવેટ લીમીટેડના ભાગીદાર નિરવભાઇ રતિલાલ ભોરણીયા, રહે.સાગર ગોપાલ સોસાયટી, મહેંદ્રનગર રોડ, મોરબી, ઓધવજીભાઇ વેલજીભાઇ ભોરણીયા રહે. ચૈતન્ય શક્તિનગર-4, કાલાવાડ રોડ, રાજકોટ શહેર સહિતનાઓએ ઇન્ડસ્ટ્રીયલ લોન, કેશ ક્રેડિટ લોન તેમજ મશીનરી લોન સહિત કુલ રૂપિયા 5.88 કરોડની લોન વર્ષ 2020મા મેળવી હતી. જે બાદ બેંકની જાણ બહાર અંકલ સિરામિકના ભાગીદારોએ બારોબાર મશીનરી લોન પેટે ખરીદેલ 3.10 કરોડ રૂપિયાની મશીનરી સગેવગે કરી નાખી હોવાનું બેંકના ધ્યાને આવ્યું હતું.
દરમિયાન ધી કો – ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડના બ્રાન્ચ ઇન્ચાર્જ પ્રતિકભાઇ દિનેશભાઇ ગુજરાતી, રહે-યોગી નિવાસ બ્લોક નં-199 એરોડ્રામ રોડ, ખોડીયાર કોલોની, જામનગરના ધ્યાન ઉપર આ બાબત આવતા તેઓએ નામદાર મોરબી કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટના આદેશ અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અંકલ સિરામિકના ભાગીદારો વિરુદ્ધ બેન્ક સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

