HomeGujaratમોરબીના સિરામિક ઉધોગને ફરી રાહત,પર ક્યુબીક ગેસના ભાવમાં રૂ 5 નો ઘટાડો,...

મોરબીના સિરામિક ઉધોગને ફરી રાહત,પર ક્યુબીક ગેસના ભાવમાં રૂ 5 નો ઘટાડો, સતાવાર જાહેરાત બાકી

મોરબીના સિરામિક ઉધોગ લાંબા સમયથી ઉચા ગેસના ભાવથી પરેશાન હતું એક તરફ બજારમાં મંદી બીજી તરફ રોમટીરીયલ સહીતના વધતા ભાવથી ઉધોગકારોની હાલત બેહાલ થઇ ગઈ હતી અગાઉ રજુઆત સરકારે દિવાળી સમયે ભાવમાં ઘટાડો આપ્યો હતો ત્યારે ફરી એકવાર ભાવપર ક્યુબીક મીટર રૂ 5 નો ઘટાડો થયો છે તેવી બિન સતાવાર માહિતી સામે આવી રહી છે ગુજરાત ગેસ દ્વારા સતાવાર જાહેરાત થવાની હજુ બાકી છે

ગુજરાત ગેસના વધતા ભાવ અને આપખુદ શાહીને પગલે ઉદ્યોગકારો પ્રોપેન ગેસના વપરાશ તરફ આગળ વધ્યા હતા તેમાં પણ હવે અદાણી ગ્રુપની એન્ટ્રી થતા ગુજરાત ગેસના અધિકારીઓના પેટમાં જાણે ફાળ પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં સૌથી વધુ ગેસના વપરાશ કરતા સિરામિક ઉધોગકારો માંથી 40 ટકા વધુ કારખાનેદારો પ્રોપેન ગેસ તરફવળી ગયા છે અને ભવિષ્યમાં અન્ય ઉધોગકારો વળે તો તેનું નુકસાન મોટા પાયે થવાની ભીતિ સેવાઈ રહી હતી અને ગુજરાત સરકારના કમાઉ દીકરા સામાન ગુજરાત ગેસને કયાંક ખોટ ના ખાડામાં જવાનો અંદેશો આવી ગયો હોય તેમ હવે ફરી ભાવ ઘટાડાનો નિર્ણય લેવા મજબુર બન્યા છે

ગુજરાત ગેસ દ્વારા આ અંગે સતાવાર જાહેરાત થાય તે પહેલા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ચુંટાયેલ ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ આ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે આ ભાવ ઘટાડા માટે સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા તેઓ દ્વારા કાંતિભાઈ અમૃતિયા કરવામાં આવેલ રજૂઆત સફળ થઇ છે

મોરબી સહીત ગુજરાતમાં રેકર્ડ બ્રેક બેઠકો જીત મેળવ્યા બાદ સરકારે ઉધોગકારોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. ઉચાં ગેસ ભાવથી પરેશાન સિરામિક ઉદ્યોગને રાહત મળે તે માટે રૂ 5 પર ક્યુબીક ઘટાડો થવાથી ઉધોગને ભારે રાહત થશે આ સાથે તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષને મળેલા જનાદેશ અને પ્રચંડ સમર્થન બાદ લોકો ઉપયોગી કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે ઉદ્યોગકારોમાં આનંદ વ્યાપી ગયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW