મોરબીના જેતપર રોડ પર આવેલ એક ફેક્ટરીના ક્વાર્ટરમાં 2018માં એક શ્રમિક પરિવાર રહેતો હતો અને ફેક્ટરીમાં j મજુરી કામ કરતો હતો તા 03 મેં 2018 ની રાત્રીએ આ શ્રમિક પરિવાર ફેક્ટરીના ક્વાર્ટરમાં સુતો હતો તે દરમિયાન સુરજ ગોરેલાલ ચૌહાણ નામના શખ્સે આ શ્રમિક પરિવારની અઢી વર્ષની દીકરીનું નજર ચૂકવી અપહરણ કર્યું હતું બાદમાં તેની સાથે દુષ્કર્મ કરી આરોપીએ તેની હત્યા કરી નાખી હતી તેમજ લાશ તળાવમાં ફેકી દઈ ફરાર થઇ ગયો હતો આ બનાવમાં પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લીધી હતી અને આરોપી સુરજ ચૌહાણ વિરુદ્ધ આઈપીસી ૩૦૨ 363 તેમજ 376 તેમજ જાતીય ગુનાઓથી બાળકોને રક્ષણ બાબત અધીનીયમ 3 એ અંતર્ગત ગુન્હો નોધી તેની ધરપકડ કરી મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો જે બાદ પોલીસ દ્વારા આ કેસમાં જરૂરી પુરાવા સાથે ચાર્જશીટ ફાઈલ કરતા પોક્સો સ્પેશ્યલ કેસ અંતર્ગત મોરબી જિલ્લાની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કેસમાં રજુ કરવામાં આવેલ લેખિત 44 દસ્તાવેજ પુરાવા તેમજ મૌખિક 24 જેટલા પુરાવા રજુ કરવામાં આવ્યા હતા સાથે સાથે સરકારી વકીલ સંજય દવે દ્વારા પણ ધારદાર દલીલ કરી આરોપી દ્વારા કરવામાં આવેલ કૃત્યને જઘન્ય અપરાધ ગણીકડક માં કડક સજા આપી દાખલા રૂપ બનાવવા અપીલ કરવામાં આવતા મેજીસ્ટ્રેટ ડી પી મહીડાએ આરોપી સુરજ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી હતી સાથે સાથે અલગ અલગ કલમ હેઠળ રૂ 28000નો દંડ ફટકાર્યો હતો
સાથે સાથે ભોગ બનનાર પરિવારને વળતા પેટે રૂ 5 લાખ તેમજ આરોપીને ફટકારેલ રૂ 28 હજારનો દંડ મળી કુલ 5.28 લાખ ચુકવવા હુકમ કર્યો હતો

