હળવદ તાલુકાના છેવાડાના ગામ એવા ટીકર ગામે રણની ઢસી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીની લાશ મળી આવી છે. જે બનાવની હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક રાત્રીના સમયે ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહનો કબજો લઈ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે આ બનાવમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. તો બનાવના પગલે મોટી સંખ્યામાં પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે એકસાથે બન્નેના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ટીકર રણની ઢસી પાસે શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં શૈલેષ નાગરભાઈ ઉંવ-32 અને સરોજબેન શૈલેષભાઈનું એકીસાથે મોત થતા ત્રણ સંતાનો જેમાં એક પાંચ વર્ષ, ત્રણ વર્ષ અને એક વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને બન્નેની લાશને હળવદની સરકાર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે બન્નેના મૃતદેહ શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જ મોતનું કારણ સામે આવશે. તો બીજી તરફ બનાવના પગલે મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા

