ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ છેલ્લા દોઢ મહિના થી ચાલતી કસરતનો આજે અંતિમ પડાવ પાર તહી ગયો છે અને ફરીવાર રાજ્યમાં કોણ નવી સરકાર બનાવશે તેની ઉત્કંઠાનો અંત આવી ગયો છે.તે રાજ્યની 182 બેઠક પર થયેલા મતદાનની આજે સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ હતી. શરુઆતથી મોટા ભાગની બેઠકમાં ભાજપે એક ચક્રી લીડ જોવા મળી હતી. અને સાંજ સુધીમાં ભાજપ 150થી વધુ બેઠક પર લીડ મેળવી હતીઅને તેના પર જીત પણ નક્કી થઇ જતા રેકોર્ડ બ્રેક જીત તરફ આગળ વધ્યું છે
નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. દર્શનાબેનની જીત થઈ છે.
-કોંગ્રેસના ગઢ ગણાતી ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે, જેને મહત્વની માનવામા આવે છે.
-આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે, ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજય પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. સાથે જ તેણે કહ્યું કે આ જીત PM મોદી અને ગુજરાતની જનતાની છે.
-AAP ના તમામ મોટા નેતાઓ ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને ગોપાલ ઈટાલિયા સહિતના ઉમેદવારોએ કારમી હાર થઈ છે.

CM ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.
-સૌથી મોટી વાત સામે આવી રહી છે કે ગુજરાતમાં 47 વર્ષ બાદ મહુધામાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરીને ભાજપે જીત હાંસલ કરી છે. ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો વિજય થયો છે. આપનું સુરતમાં જ સુરસુરિયું બોલી ગયું છે. નેતા વિપક્ષ સુખરામ રાઠવાની હાર થઈ ગઈ.
-મોટા ચહેરાની વાત કરીએ તો આંકલાવમાં અમિત ચાવડાની જીત બાદ રિકાઉન્ટીંગ થયું છે.
-મહુધા સીટ પર ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત થઈ છે. 1975 બાદ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરી નાખ્યો છે.
– આગળ પાછળ અને આગળ પાછળ થતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 30 હજાર મતથી આગળ હતા, ત્યારે જીતી ગયા છે.
-કુતિયાણામાં કાંધલ જ કિંગ સાબિત થયો અને ઢેલી બેન હારી ગયા છે. 26631 મતથી વિજયી થતાં જ કાંધલે વિજય યાત્રા કાઢી હતી.
-સુરતમાં આપના બેય મુખ્ય ચહેરાની હાર થઈ છે અને ભાજપ બહુમતી સાથે જીતી ગયું છે.
-ઇડરમાં પણ ભાજપના રમણલાલ વોરા અને મોડાસામાં ભીખુભાઈ પરમારની જીત થઈ ગઈ છે
ગુજરાત ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા બાદ ભાજપે ટ્રેન્ડમાં 150થી વધુ બેઠક હાંસલ કરી લીધી છે. જેને પગલે દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.
હેલિપેડ ગ્રાઉન્ડમાં 12મીએ શપથવિધિ આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ખાતે થશે નવી સરકારની શપથવિધિની શક્યતા સેવાઈ રહી છે
બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસનો કારમો રકાસ થતા પક્ષમાં ફરી આંતરિક ડખ્ખા શરુ થઇ ગયા છે અને મોવડી મંડળથી નારાજ કાર્યકર અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અમે વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એક વાર જાવ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાંખી હતી.


