હળવદ ના ટીકરમાં રહેતા અલ્લારખા ઉસ્માન કોરડીયા નામના વૃદ્ધના પુત્ર યાસીનભાઇ અલારખાભાઇ કોરડીયા તથા પુત્રવધુ જમીલાબેન યાસીનભાઇ કોરડીયાએ પિતાની માલિકીની ત્રણ એકર અને તેર ગુઠા જમીનમાં વાવણી કરી હતી અને તેનો પાક તૈયાર થઇ ગયા બાદ પુત્રએ ઉપજ બજારમાં વેચી દીધી હોય અને તેની આવેલ રકમ પોતાની પાસે રાખી હતી આ રકમ પિતાએ માગી હતી આ રકમ માંગતા વૃદ્ધનો દીકરો યાસીન તેની પત્ની ઉશ્કેરાઈ ગયા હતા.અને બન્ને વૃદ્ધ પિતાને પાઇપ જેવા હથીયાર થી માર મારેલ તથા ઢીકાપાટુનો મુઢમાર મારી બંને એ ભુડાબોલી ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપી હતી બનાવ અંગે વૃદ્ધએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી

