Thursday, November 30, 2023
HomeEntertainmentસાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર એસ એસ રાજામૌલીને મળ્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર એસ એસ રાજામૌલીને મળ્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

Advertisement
Advertisement

બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરનારી દિગ્દર્શક એસ એસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર હવે ઓસ્કાર એવોર્ડની દિશા તરફ જઇ રહી છે. શુક્રવારે આર આર આરના દિગ્દર્શક એસ એસ રાજામૌલીને એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. જે ફિલ્મને ઓસ્કાર એવોર્ડસ તરફ લઇ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ફિલ્મ આરઆરઆરે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા માટે પ્રથમ સોપાન ચડયું છે. શુક્રવારે ફિલમના દિગ્દ્રશક એસ એસ રાજામૌલીને આરઆરઆરના દિગ્દર્શન માટે ન્યૂટોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ પુરસ્કારની સ્થાપના ૧૯૩૫માં થઇ હતી. આ અમેરિકાનું સૌથી જુનુ ક્રિટિક્સ હ્રુપ છે.જેમાં અમેરિકાના ઘણા ટોચના અખબારો, મેગેઝિનો અને વેબસાઇટ સામેલ છે. આ આંતરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન આવતા વરસે ૨૦૨૩ની જાન્યુઆરીમાં થશે.

ફિલ્મ આરઆરઆરે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. તેને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ ફિલ્મને બેસ્ટ પિકચર, બેસ્ટ દિગ્દર્શક, બેસ્ટ અભિનેતા જુનિયર એનટીઆર અને રામચરણ, બેસ્ટ સહાયક અભિનેતા અજય દેવગણ, બેસ્ટ સહાયક અભિનેત્રી આલિયા ભટ્ટ સહિત આરઆરઆરને ઓસ્કાર એવોર્ડ, ૨૦૨૩માં ૧૪ કેટેગરીઝમાં નોમિનેટ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW