HomeGujaratમોરબી:રોડ પર સફાઈ કરતી પ્રોઢ મહિલાનું બે શખ્સોએ કારમાં અપહરણ કરી દુષ્કર્મ...

મોરબી:રોડ પર સફાઈ કરતી પ્રોઢ મહિલાનું બે શખ્સોએ કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

મોરબીમાં રહેતી 55 વર્ષીય મહિલા સફાઈ કર્મી ગત તા.1ના રાત્રિના 2:50 વાગ્યાની મોરબી નજીકના ગામ આસપાસ સફાઇ કામ કરતી હતી તે દરમિયાન કબૂતરી કલરની સ્વીફટ કારમાં બે શખ્સો આવી ચડ્યા હતા અને મહિલાને ધારીયું દેખાડી પરાણે કારમાં બેસાડી દીધી હતી. આ દરમિયાન મહિલાને બચાવવા આવેલા યુવાન પર ધાર્યા વડે હુમલો કર્યો હતો. મહિલાને કારમાં અવાવરું જગ્યાએ લઈ જઈ આરોપીઓએ ધારિયું દેખાડી દુષ્કર્મ આચર્યું હતું અને તેમજ જો આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો તેને અને તેના પરિવારને ધ્યાનથી મારી નાખશે તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા બનાવ બાદ ગંભીર હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મહિલાનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે મહિલાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધ આવી હતી જેના આધારે પોલીસે અપહરણ તેમજ દુષ્કર્મને લગતી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW