Monday, October 7, 2024
HomeGujaratવિજ્ય હજારે ટ્રોફીમાં 14 વર્ષ બાદ ચેમ્પિયન બની સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ

વિજ્ય હજારે ટ્રોફીમાં 14 વર્ષ બાદ ચેમ્પિયન બની સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ

વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં સૌરાષ્ટ્રે 5 વિકેટે જીત મેળવી બીજી વખત ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. મહારાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડની સદીના આધારે 9 વિકેટે 248 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી જવાબમાં શેલ્ડન જેક્સને 133 રન ફટકારતાં ટીમે 46.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને 5 વિકેટે વિજય મેળવ્યો હતો.

મહારાષ્ટ્રની નજર પહેલી વખત ચેમ્પિયન બનવા તરફ હતી. ટીમ પ્રથમ વખત ફાઇનલ રમી રહી હતી. આ સાથે જ સૌરાષ્ટ્ર બીજી વખત આ ટુર્નામેન્ટ જીતવા માટે ઉતર્યું હતું. આજે સૌરાષ્ટ્ર ફાઈનલમાં મહારાષ્ટ્ર પર દબાણ લાવવામાં સફળ રહ્યું હતુ.

મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં વિજય હજારે ટ્રોફીનો ખિતાબી મુકાબલો રમાયો હતો. સૌરાષ્ટ્રની ટીમ 14 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની ગઇ છે. ગત વખતે ટીમ 2007-08 સીઝનમાં ચેમ્પિયન બની હતી. મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સનની ઇનિંગ ભારે પડી હતી. સૌરાષ્ટ્રે પાંચ વિકેટથી મેચ પોતાના નામે કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,388FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW