મોરબી જીલ્લાની ત્રણે બેઠક પર આજે મતદાન પ્રકિયા સવારે 8 વાગ્યાથી શરુ થઇ ચુકી છે મતદારોમાં સવારથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અલગ અલગ બુથ પર મતદારોની લાઈન લાગી હતી ખાસ કરીને મોરબી શહેર અને આસપાસની વિસ્તારમાં મતદાન મથક પર પુરુષ મતદારોની સાથે સાથે મહિલા મતદારો તેમજ વરિષ્ઠ મતદારો પણ ઉત્સાહ ભેર મતદાન કરવા પહોચી ગયાહતા

મોરબી જીલ્લાની ત્રણેય બેઠકની વાત કરી તો પ્રથમ કલાક દરમિયાન કુલ 42278 મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવારી મુજબ પ્રથમ કલાકમાં ત્રણેય બેઠક 5.17 ટકા મતદાન નોધાયું હતું. બેઠક મુજબ જોઈએ મોરબી માળિયા બેઠક પર 11213 પુરુષ મતદારો અને 5858 સ્ત્રી મતદારો મળી કુલ 16471 મતદારો એ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવારી 5.74 ટકા થયો હતો ટંકારા બેઠકની વાત કરીએ તો અહી 8328 પુરુષ મતદારો અને 3469 સ્ત્રી મતદારો મળી કુલ 11797 મતદારો એ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવી મુજબ આ બેઠક પર 4.73 ટકા મતદાન નોધાયુ હતું વાંકાનેર બેઠકની વાત કરીએ તો 9530 પુરુષ મતદારો અને 4480 સ્ત્રી મતદારો મળી કુલ 14010 મતદારો એ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવી મુજબ આ બેઠક પર 4.98 ટકા મતદાન નોધાયુ હતું


