રાજકોટના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં ઉત્સાભેહ મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં તમામ બેઠકો પર નાગરિકો મતદાન માટે ઉમટી રહ્યા છે.
લોકશાહીના અવસર એવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તેમનાં ધર્મપત્ની પી.જી.વી.સી.એલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રિતી શર્માએ મતદાનના પ્રથમ કલાકમાં જ મતદાન કરી લોકશાહીના અવસરની ઉજવણી કરી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લોકશાહીના પર્વમાં રાજકોટના મતદારોને મતદાન કરીને અનુરોધ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ અને તેમનાં ધર્મપત્ની મતી મીનાક્ષીએ બૂથ નં. ૨૮૭, રૂમ નં.૧૬, આઈ.પી મિશન હાઈસ્કુલ ખાતે તેમના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

