મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે આજે મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત સખી મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં પણ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોના કુલ 906 મતદાન મથકોમાંથી કેટલાક મતદાન મથકોને મોડેલ મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, સવિશેષ સિરામીક મતદાન મથક, ઉભા કરવામાં આવ્યા હતા ઉપરાંત મહિલા સશક્તિકરણના સંદેશ સાથે દરેક જિલ્લામાં sakhi મતદાન મથકોની સંખ્યા વધારવામાં આવી હતી.મોરબી જિલ્લામાં પણ દરેક બેઠકમાં 7-7 મથક સખી મતદાન મથક તરીકે જાહેર કરાયા હતા. આ તમામ મથકોમાં તમામ કર્મચારી મહિલા કમર્ચારીઓ જોડાઈ હતી અને સમગ્ર બુથનું સંચાલન કર્યું હતું મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં મહિલા સંચાલિત 21 સખી મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક આજે કાર્યરત હતા આ તમામ 21 સખી મતદાન મથકોનું મહિલા કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવી રહ્યું છે.


