મોરબી જીલ્લાની ત્રણ બેઠક સહીત રાજ્યની 89 બેઠક પર આજે મતદાન યોજાયું હતું જેમાં અલગ અલગ બુથ પર મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી
મોરબી જીલ્લાની ત્રણેય બેઠકની વાત કરી તો સવારે 8થી 11 દરમિયાન 182075 મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવારી મુજબ 11 વાગ્યા સુધીમાં ત્રણેય બેઠક 22.27 ટકા મતદાન નોધાયું હતું. બેઠક મુજબ જોઈએ મોરબી માળિયા બેઠક પર 38450પુરુષ મતદારો અને 23155 સ્ત્રી મતદારો મળી કુલ 61,605 મતદારો એ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવારી 21.48 ટકા થયો હતો ટંકારા બેઠકની વાત કરીએ આ બેઠક પર 23.13 ટકા મતદાન સાથેકુલ 57702 મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો જેમાં પુરુષ 36,615 મતદારો જયારે 21087 મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો
વાંકાનેર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર 11 વાગ્યા સુધીમાં 38582 પુરુષ મતદારોએ તેમજ 24186મહિલા મતદારો મળી કુલ 62768 મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો ટકાવી મુજબ આ બેઠક પર 22.30 ટકા મતદાન નોધાયુ હતું


