અમિત શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસમાં એક સમારોહમાં રાજ્ય-સ્તરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્રા’ અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
નવી દિલ્હીના સ્કોચ દ્વારા ગુજરાત પોલીસને ગોલ્ડ કેટેગરીમાં મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્કોચ વિવિધ ગવર્નન્સ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરે છે અને તેમને ગોલ્ડ અને સિલ્વર એવોર્ડ એનાયત કરે છે. વર્ષ 2022 માટે લગભગ 1,100 પ્રોજેક્ટ્સ નોમિનેટ કરવામાં આવ્યા હતા. “ધ ત્રિનેત્રઃ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ અને સુરક્ષા કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. રાજ્યના 34 જિલ્લાઓ અને 5 પવિત્ર ધાર્મિક સ્થળોને પ્રોજેક્ટ હેઠળ 7,000 થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. કેમેરાને જિલ્લા કમાન્ડ સેન્ટરો સાથે જોડવામાં આવ્યા છે જે ગાંધીનગરના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલા છે.
ગુજરાત પોલીસના ત્રિનેત્ર પ્રોજેક્ટસને Excellence in Adopting Emerging Technologies કેટેગરીમાં National Awards for e-Governance Scheme 2021-22 નો ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Department of Administrative Reforms & Public Grievances (DAR&PG), ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા e-Governance પ્રોજેકટ્સ અમલીકરણમાં શ્રેષ્ઠતાને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૦૩થી દરવર્ષે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
આ એવોર્ડ હેઠળ તમામ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, રાજ્ય, કેન્દ્ર શાસિત સરકારો, જિલ્લાઓ સ્થાનીક સંસ્થાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો શૈક્ષણિક, સંશોધન સંસ્થાઓને આવરી લેવામાં આવેલ છે.

