HomeGujaratમોરબીના ઘૂટું ગામમાં 13 વર્ષનો બાળક ગુમ મહિલાએ અપહરણની ફરિયાદ...

મોરબીના ઘૂટું ગામમાં 13 વર્ષનો બાળક ગુમ મહિલાએ અપહરણની ફરિયાદ નોધાવી

મોરબી તાલુકાના ઘૂટું ગામમાં રહેતા લીલાબેન પિયુષભાઈ કાલરીયા નામની પરણીતાના ભાઈ કિરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈનું અકસ્માત મોત થય બાદ તેમના પત્ની પિયર જતા રહ્યા હતા જેના કારણે તેમનાભાઈનો પુત્ર મુકેશ કિરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પન્નાલાલ પરમાર તેમના સાથે રહેતો હતો લીલાબેનનો ભત્રીજો મુકેશ શુક્રવારે સવારે મુજબ શાળાએ ગયો હતો જે બાદ બપોર મોડે સુધી પરત ન ફરતા તેની શોધખોળ શરુ કરી હતી તપાસ કરતા શાળા બંધ હોય અને બાળકો શાળા પાછળ ચાલતી કથામાં જમવા ગયા હોવાનું કહેતા લીલાબેન તેને શોધતા ત્યાં પહોચ્યા હતા પરંતુ ત્યાં પણ તેનો પત્તો લાગ્યો ન હતો જે બાદ લીલાબેને તાલુકા પોલીસ મથકમાં તેમના ભત્રીજા મુકેશ કિરણભાઈનું કોઈ અજાણ્યા શખ્સ અપહરણ કર્યાની આશંકાએ થવાની ફરિયાદ નોધાવી હતી બનાવ બાદ પોલીસે સોશ્યલ મીડિયામાં ફોટો ગ્રાફ મૂકી બાળક કોઈના ધ્યાનમાં આવે તો તે અંગે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે
ગુમ થનારા બાળક મુકેશે કાળા કલરની ટીશર્ટ બ્લુ કલરનું પેન્ટ તેમજ દુધિયા રંગનું સ્વેટર પહેર્યું હતું સાથે શાળાનું બેગ હોય જેથી પોલીસે કોઈને પણ આ બાળક જોવા મળે તો તપાસ કરવા અપીલ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW