HomeGujaratહળવદ: ચાડધ્રાની હદમાં બ્રાહ્મણી નદીમાંથી રૂ. 7.15 કરોડની ખનીજ ચોરી કરનાર આરોપીઓ...

હળવદ: ચાડધ્રાની હદમાં બ્રાહ્મણી નદીમાંથી રૂ. 7.15 કરોડની ખનીજ ચોરી કરનાર આરોપીઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચાડધરા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીમાં મોટાપાયે રેતીની ચોરી થતી હોવાની ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ પહોંચી હતી. જે બાદ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધાર્ય હતું તેમજ સાદી રીતે માટે લિસ્ટ મંજૂર કરવામાં આવેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી જેમાં આ પ્રકારની લિસ્ટ સામે ન આવેલી હોવા છતાં બિનઅધિકૃત રીતે વ્યક્તિની વહન થતું હતું જે બાદ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક દરોડા પાડી ગ્રામીણ નદીમાંથી 5 હોડકા,એક લોડર મશીન,ચાર ટ્રેકટર,3 હિટાચી મશીન જપ્ત મશીન પકડી પાડ્યા હતા આ ઉપરાંત બ્રાહ્મણી નદી આસપાસ ડ્રોન સર્વિલન્સના આધારે તપાસ કરતા નદીના પટમાંથી કુલ 2,11,482 મેટ્રિક ટન રેતીનું ખનન થયા હોવાનું સામે આવ્યું હતું ખનનના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ. 240 પ્રતિ ટન મળી કુલ 2,08,09,840 નું પર્યાવરણીય નુકસાન ની ગણતરી કરી કુલ રૂ 7,15,65,547 ની સાદી રીત થી ખનીજની ચોરી થયાનું સામે આવ્યું હતું

આ ઘટનામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદ પોલીસ મથક ખાતે લોડર મશીન નંબર જીજે 36 એ.એસ 2941 ના માલિક તેમજ ટાટા કંપનીના એક્સવેટર મશીન જી.જે.10 એ.એમ 8310 ના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW