સ્ટોકહોલ્ડિંગે , તારીખ 17મી નવેમ્બર 2022 ના રોજ મોરબી ખાતે ગુજરાતમાં તેની નવી શાખા નો પ્રારંભ કર્યો છે. નવા પરિસરનું ઉદ્ઘાટન અમિત દાસી, વાઇસ પ્રેસિડેન્ટ અને રિટેલ હેડ. , સરલા મેનન ચેનલ હેડ,કંચન બેનર્જી પ્રાદેશિક હેડ અને સ્ટોકહોલ્ડિંગના અન્ય ટીમના સભ્યો દ્વારા આ નિમિતે હાજરી આપવામાં આવી હતી.
સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (સ્ટોકહોલ્ડિંગ) 1986 માં પબ્લિક લિમિટેડ કંપની તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને તે IFCI (ભારત સરકારની એક ઉપક્રમ) ની પેટાકંપની છે. સ્ટોક હોલ્ડિંગ ના પ્રમોટર્સ દેશ ની અગ્રણી જાહેર નાણાકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ છે, જેમ કે IFCI, LIC, GIC, SU-UTI, NIA, NIC, UIC અને TOICL. આ સંસ્થા છેલ્લા 32 વર્ષથી મૂડીબજારના ક્ષેત્ર મા કાર્યરત છે અને 2006 થી સરકારી બિઝનેસ ક્ષેત્રમા પણ સક્રિય છે.
સ્ટોકહોલ્ડિંગ આજે લગભગ 200 શાખાઓનું સમગ્ર ભારતમાં નેટવર્ક ધરાવે છે, જે 150+ શહેરો અને નગરોમાં ફેલાયેલું છે .સ્ટોકહોલ્ડિંગે ડીમેટ, બ્રોકિંગ, IPO, NCDs, NPS, GOI બોન્ડ્સ, G-Sec, SDL-રાજ્ય. , 54 EC કેપિટલ ગેઇન ટેક્સ બોન્ડ, વીમો (લાઇફ + જનરલ ), તમામ AMCs ના મ્યુચ્યુઅલ ફંડ્સ, વિવિધ NBFCs ની ફિક્સ્ડ ડિપોઝિટ જેવી વિવિધ નાણાકીય સેવાઓ ઓફર કરે છે.
ઓનલાઈન ઈ-કોર્ટ ફી ભરવાની સુવિધા સાથે સમગ્ર ગુજરાતમાં ઈ-સ્ટેમ્પિંગ સેવાઓ પ્રદાન કરવા માટે સ્ટોકહોલ્ડિંગ ગુજરાત સરકાર ની સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી ( CRA ) તરીકે કાર્યરત છે. હાલમાં સ્ટોકહોલ્ડિંગ પાસે નાગરિકોને ઈ-સ્ટેમ્પિંગ સેવાઓ પૂરી પાડવા માટે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા લગભગ 4,000 ACC (અધિકૃત કલેક્શન સેન્ટર) છે.
સ્ટોકહોલ્ડિંગની અત્યાર સુધી મોરબીમાં કોઈ હાજરી ન હતી અને અમારા અધિકૃત કલેક્શન સેન્ટર અને બિઝનેસ એસોસિયેટ તરીકે કામ કરતા નોટરી/એડવોકેટ્સના નેટવર્ક દ્વારા નાગરિકો ને સેવા આપી રહી હતી. મોરબી ખાતે શાખાની હાજરી નાગરિકો ને રોકાણ કરવાની તક પૂરી પાડશે.
ઈ-સ્ટેમ્પ પ્રમાણપત્ર આપવા માટે વપરાતા સ્ટેશનરી પેપર્સ હવે ACC ને અમારા મોરબી શાખામાંથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેને મેળવવા માટે તેઓએ રાજકોટ કે અન્ય શહેરોમાં જવું પડશે નહીં. આનાથી નાગરિકોને ઝડપી અને સારી સેવા ની સુવિધા મળશે. કોઈ વાર તાત્કાલિક જરૂરીયાત માટે નાગરિકો શાખામાંથી પણ ઈ-સ્ટેમ્પ પેપર લઈ શકે છે .
2007 માં ઇ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરનાર સ્ટોક હોલ્ડિંગને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી તરીકે નિમણુંક કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું. ત્યારબાદ, અન્ય રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવ્યો