મોરબી સહીત રાજ્યની 182 વિધાન સભા બેઠક પર હાલ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી સહીતના પક્ષના ઉમેદવાર જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ મતદાન તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમજ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવન જાવન તેજ ગતિએ વધ્યું છે ત્યારે મોરબી માળિયા બેઠકમાં ભાજપે કોંગ્રેસના મતમાં મોટું ગાબડું પાડ્યું છે મોરબી માળિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભી તાલુકા કોંગ્રેસ મહામંત્રી જયેશ ડાભી તેમજ ત્રાજપર ગામના સરપંચ પ્રવીણભાઈ ટીઠાણા પૂર્વ સરપંચ જેન્તી વરાણીયા ઉપરાંત કોળી અને ભરવાડ સમાજના આગેવાનો સહીત 100 કોગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાયેલ કોંગી કાર્યકરો ને ભાજપ ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને અન્ય આગેવાનોએ ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું હતું


