વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આવા સમયે રાજકીય પક્ષો પૂર જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપ માટે સૌથી મોટી ચિંતાના સમાચાર છે. રાજયમાં મોદી મેજિકના વળતા પાણી હોય તેવુ ચિત્ર જોવા મળી રહયુ છે. ધોરાજીની પીએમ મોદીની સભામાં ખાલી ખુરશીઓનો વીડિયો સામે આવ્યો છે. અહી એક લાખ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ હતો. પરંતુ વાસ્તવિકતામાં તેનાથી ઓછા લોકો આવ્યા હતા. મોદીની ચાલુ સભામાં ખાલી ખુરશીઓથી ખળભળાટ મચી ગયો છે. સંગઠન પણ આ ખાલી ખુરશીઓને જોઇને ચોંકી ઉઠ્યુ છે.
ધોરાજીમાં આમ તો શરૂઆતથી જ ખુરશીઓ ખાલીઓ હતી. પરંતુ મોદીના આવ્યા બાદ અને સંબોધન શરૂ થયા બાદ પણ મંડપમાં પાછલા ભાગમા રીતસરના કાગડા ઉડતા હતા. મોદીની આ સભા ધોરાજી, ગોંડલ, જેતપુર, કૂતિયાણા, પોરબંદર એમ પાંચ વિધાનસભાને આવરી લઇને યોજાઇ હતી. આ પાંચેય વિસ્તારના ભાજપના ઉમેદવારો પણ મોદીની સભામા હાજર રહ્યા હતા. તેમ છતા અગાઉ મોદીની સભામામાં ભીડ જામતી હતી છતા એવી ભીડ નહોતી.ખાસ કરીને યુવાનોમાં એવુ આર્કષણ નથી રહ્યુ.


