HomeGujaratહવેથી ત્રણ નહિ પરંતુ ચાર વર્ષના અભ્યાસબાદ થવાશે ગ્રેજ્યુએટ: UGC આવતા શૈક્ષણિક...

હવેથી ત્રણ નહિ પરંતુ ચાર વર્ષના અભ્યાસબાદ થવાશે ગ્રેજ્યુએટ: UGC આવતા શૈક્ષણિક વર્ષથી કરશે લાગુ

આગામી શૈક્ષણિક સત્ર એટલે કે 2023-24 સત્રથી યુનિવર્સિટીઓમાં 4 વર્ષના સ્નાતક એટલે કે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ થશે. આ અંગે UGC દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-UGCએ માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ મહિનાના અંત સુધીમાં યુજીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકા તમામ યુનિવર્સિટીઓ સાથે શેર કરવામાં આવશે.

યુનિવર્સિટીઓમાં 4-વર્ષના સ્નાતક એટલે કે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સની રજૂઆત એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક ભાગ છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાવિષ્ટ મુદ્દાઓને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક સત્ર 2023-24થી તમામ નવા વિદ્યાર્થીઓ પાસે 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ લેવાનો વિકલ્પ હશે. આ સિવાય જૂના વિદ્યાર્થીઓ માટે 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સની સ્કીમને પણ મંજૂરી મળી શકે છે. આ અંગે યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરાયા બાદ પણ સ્થિતિ સ્પષ્ટ થશે.

જે વિદ્યાર્થીઓએ આ વર્ષે સામાન્ય 3-વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે તેઓને પણ આગામી સત્રથી 4-વર્ષના ડિગ્રી કોર્સમાં જોડાવાની તક મળી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW