HomeGujaratહળવદ શહેરના વોર્ડ નંબર-7માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

હળવદ શહેરના વોર્ડ નંબર-7માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સફાઈના અભાવે મહિલાઓ બની રણચંડી
હળવદ શહેરના વોર્ડ નંબર-7 સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે આજે બેનરો સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં વિકાસ નહીં તો વોટ નહીં તેમજ રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર તેમજ સાફ સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને આજે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. તો સાથે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ ચૂંટણી ટાણે જ પક્ષ પલ્ટો કરતા જ સમસ્યા કોને સંભળાવવી તેવી અવઢવ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.

શહેરના વોર્ડ નંબર-7 સુનિલ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા આજે સ્થાનિક રહીશો બેનરો પર ઉતરી આવ્યા હતા. જેમાં રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ માટે સુનિલનગરના ગેટ પાસે વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું બેનર લગાવવામાં આવ્યું છે. ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. જ્યારે બીજી તરફ હળવદ નગરપાલિકા ભાજપ સાશિત જ હોય અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય ભાજપમાં ભળી જતા સ્થાનિક રહીશો પોતાની ફરિયાદ કોને સંભળાવે. તો સાથે હાલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ શાસિત નગરપાલિકા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે કેમ અને સુનિલનગરમાં લગાવેલા બેનરો કઇ પાર્ટીને ફળશે તે આવનારો સમય બતાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW