Tuesday, October 28, 2025
HomeGujaratહળવદ : કોંગ્રેસ ઉમેદવારે હત્યાના આરોપીનું સમર્થન કરતા હોય દલિત સમાજે મત...

હળવદ : કોંગ્રેસ ઉમેદવારે હત્યાના આરોપીનું સમર્થન કરતા હોય દલિત સમાજે મત ન આપવા મૃતક પરિવાર ની અપીલ

વિધાનસભા ચુંટણી જાહેર થતાની સાથે હવે એક તરફ રાજ્કીય પક્ષના ઉમેદવારો ગામડે ગામડે અને શેરી ગલીએ જઈ મતદારો પાસે મતની માગણી કરી રહ્યા છે જોકે ઉમેદવારોએ ભૂતકાળમાં કરેલ કોઈ અયોગ્ય કામ અથવા કડવા વેણ ચુંટણી વખતે ખુબ નકારાત્મકતા તરફ લઇ જતા હોય છે

આવી જ વાત હાલ ધ્રાંગધ્રા હળવદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર સામે આવી રહી છે ધ્રાંગધ્રાના દેવ ચરાડી ગામમાં એક દલિત સમાજના યુવકની હત્યા થઇ હતી અને તે વખતે મૃતકના પરિવાર રાજેશભાઈ મોહન અને તેમના પરિવારજનો હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં ફરી રહ્યા છે અને દલિત સમાજના પરિવારને અપીલ કરી રહ્યા છે કે કોંગ્રેસ ઉમેદવાર પપુભાઈ ઠાકોર હત્યા કેસના આરોપીના ખુલ્લા સમર્થનમાં આવ્યા હતા અને હજુ પણ તેમને સમર્થન કરી રહ્યા છે જો પપુભાઈ આ ચુંટણી જીતશે તો આગામી દલિત સમાજના યુવાનો અને તેમના પરિવાર પર જોખમ થશે

યુવાનો દ્વારા આ રીતે અલગ અલગ ગામમાં ફરી પપુ ઠાકોરનો વિરોધ કરતા ધ્રાંગધ્રા હળવદ બેઠકનું રાજકીય માહોલ ગરમાયો છે અને આ લોકોએદલિત સમાજના લોકોને કરેલી અપીલ સફળ થાય છે કે નહી તે મતદાન અને મતગણતરીના દિવસે ખ્યાલ આવશે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page