મોરબી જિલ્લા સહિત રાજ્યની 93 બેઠકમાં યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારી પુર જોશમ ચાલી રહી છે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટે કુલ 80 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પૈકી ચકાસણી દરમિયાન ડમી ઉમેદવાર તેમજ ભૂલ ભરેલ ફોર્મ મળી કુલ 30 ફોર્મ રદ થતા અંતે 50 ફોમ બાકી રહ્યા હતા. જે બાદ બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ ફોર્મ પરત ખેચવાની મુદત હતી ફોર્મ પરત ખેચવાની આજે અંતિમ મુદત હતી ગુરવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ત્રાણ્યે બેઠક પર કુલ 15 ફોર્મ પરત ખેચવામાં આવ્યા હતા. બેઠક મુજબ જોઈએ તો મોરબી માળિયા બેઠકમાં 9 ફોર્મ પરત ખેચાય હતા તો વાકાનેર બેઠક માથી 4 અને ટંકારામાં 2 ફોર્મ પરત ખેચવામાં આવ્યા હતા
મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે હવે ઉમેદવારોનું ચિત્ર સ્પસ્ટ થઇ ગયું છે. મોરબી-માળિયા બેઠક માટે હવે 17 દાવેદારો મેદાનમાં રહ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી તેમજ બસપા અને અપક્ષ ઉમેદવારો વચ્ચે 1 ડીસેમ્બરના રોજ સિદ્ધો જંગ છેડશે તો આ જ રીતે વાંકાનેર બેઠકની વાત કરીએ તો અહી 8 અપક્ષ ઉમેદવાર ભાજપા કોંગ્રેસ બસપા આપ સહીત કુલ 13 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે ટંકારા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ બસપા તેમજ આપ અને એક સ્થાનિક પક્ષ મળી કુલ 5 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
ત્રણેય બેઠકમાં 1 ડીસેમ્બરના રોજ મતદારો તેમના પસંદગીના ઉમેદવાર પર મતની મોહર મારશે
65 -મોરબી માળિયા બેઠકના ઉમેદવારો
(1) કાંતિલાલ અમૃતિયા – ભાજપ
(2) જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ
(3) પંકજભાઈ રાણસરીયા – આમ આદમી પાર્ટી
(4) કાસમભાઈ સુમરા – બહુજન સમાજ પાર્ટી
(5) અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા – અપક્ષ
(6) નિરુપાબેન નટવરલાલ માધુ – અપક્ષ
(7) મહેશભાઈ ધનજીભાઈ જાદવ – અપક્ષ
(8) ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા – અપક્ષ
(9) બળવંતભાઈ નથુભાઈ શેખવા – અપક્ષ
(10) હસન અલુભાઈ મોવર – અપક્ષ
(11) સિરાજ અમીરઅલી પોપટિયા – અપક્ષ
(12) અકબરભાઈ હુસેનભાઇ જેડા – અપક્ષ
(13) આરીફ મહંમદહુસેન ખોરમ – અપક્ષ
(14) દાઉદશા રહેમાનશા શાહમદાર – અપક્ષ
(15) વિવેક જયંતીલાલ મીરાણી – અપક્ષ
(16) ગુલામહુશેન હનીફભાઇ મોવર – અપક્ષ
(17) ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા – અપક્ષ
66 ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર
(1) દુર્લભજીભાઈ દેથરીયા – ભાજપ
(2) લલિતભાઈ કગથરા – કોંગ્રેસ
(3) સંજયભાઈ ભટાસણા – આમ આદમી પાર્ટી
(4) મુસાભાઇ ચાનાણી – (બહુજન સમાજ પાર્ટી)
(5) શૈલેષ પરમાર (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી )
67 વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ
(2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ
(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી
(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી
(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ
(8) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ
(9) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ
(10) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ
(11) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ
(12) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ
(13) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ

