રાજ્યમાં વિધાનસભા ચુંટણીમાં પ્રથમ તબક્કા માટે થનાર મતદાન માટે હાલ ફોર્મ ભરવાની કામગીરીની મુદત પૂર્ણ થયા બાદ આજે તેની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી માળિયા વિધાનસભા સીટની વાત કરીએ તો અહી 10 અપક્ષ ઉમેદવાર ડમી ઉમેદવાર સહીત 36 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. મોરબીમાળિયા બેઠકના રીટર્નીંગ ઓફીસરની સીધી નજર હેઠળ ચાલેલ આ ચકાસણી કામગીરીમાં 8 ડમી અને 2 અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આ જયારે 22 અપક્ષ ઉમેદવાર તેમજ ભાજપ કોંગ્રેસ આપ અને બસપા ના ઉમેદવાર મળી કુલ 26 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે હવે તા 16 અને 17 એમ બે દિવસ સુધી ફોર્મ પરત ખેચવાની મુદત આપવામાં આવશે આ બે દિવસ દરમિયાન જો કોઈ ઉમેદવાર તેનું ફોર્મ પરત લેવા માગતા હોય તો તેમને તક આપવામાં આવશે. તા 17 બાદ મોરબી માળિયા બેઠક માટે કેટલા ઉમેદવાર ચુંટણી જંગમાં જંપલાવશે તેની સાચું ચિત્ર સામે આવી જશે.


