Tuesday, October 28, 2025
HomeGujaratરાજકોટ રેન્જના 5 જિલ્લામાંથી 7707લાયન્સવાળા હથીયાર જપ્ત,20,060 આરોપીની અટકાયત

રાજકોટ રેન્જના 5 જિલ્લામાંથી 7707લાયન્સવાળા હથીયાર જપ્ત,20,060 આરોપીની અટકાયત

રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમારની અધ્યક્ષતામાં તા.13માં રોજ રાજકોટ ખાતે આવેલ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાજકોટ રેન્જમાં આવતા અલગ અલગ જીલ્લાના એસપી જયપાલસિંહ રાઠૌડ, રાહુલ ત્રિપાઠી, પ્રેમસુખ ડેલૂ,નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક દેવભુમિ દ્વારકા, હરેશકુમાર દુધાત પાંચેય જીલ્લાઓના કુલ – ૦૯ ડીવીઝનના dy.S.P સાથે વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ તેમજ રેન્જ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
આ ક્રાઇમ કોન્ફરન્સમાં સુરેન્દ્રનગર જીલ્લા ખાતે કયુઆરટીમાં ફરજ બતાવતા અને હાલ કમાન્ડો તાલીમમાં હતા તેવા (૧)સ્વ. સહદેવભાઇ કડવાભાઇ, પો.કોન્સ., (૨)સ્વ .શંકરભાઇ ભગવાનભાઇ, પો.કોન્સ. પોતાનુ સરકારી કામ પુરુ કરી કરાઇ ખાતે પરત તાલીમમાં જતા હતા તે સમયે લખતર નજીક પશુ રસ્તામાં આવતા વાહન અકસ્માત નડતા તેઓનુ દુઃખદ અવસાન થયેલ હોય, સૌપ્રથમ બે મીનીટ મૌન પાળી તેઓના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી
ત્યાર બાદ તમામ પાંચેય જીલ્લાઓ ખાતે દાખલ થયેલ ગુન્હાઓ બાબતે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવેલ અને દાખલ થયેલ ગુન્હાઓ પૈકી ચર્ચાસ્પદ અને ગંભીર પ્રકારના ગુનાઓની તપાસ ઉપર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જીલ્લાના અધિકારીઓએ પોતપોતાના જીલ્લાની કામગીરીનું અલગ – અલગ પ્રેઝન્ટેશન બનાવી રજુ કરવામાં આવેલ અને જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન આપેલ અને ભવિષ્યમાં શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી બનતા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ઝડપથી શોધી કાઢવા અને આ ગુન્હાખોરી અંકુશમાં આવે તે માટે રણનીતિ ઘડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
તેમજ આ ક્રાઇમ કોન્ફરન્સમાં આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) ના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ નું પ્રથમ તબક્કાનું મતદાન થનાર હોય જે અન્વયે રાજકોટ રેન્જના તમામ પાંચ જીલ્લાઓની ચુંટણીલક્ષી તૈયારી અંગે સમિક્ષા કરવામાં આવેલ. બહારથી આવતી પોલીસ ફોર્સ તથા પેરા મીલીટરી ફોર્સની તમામ પ્રકારની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને ના.પો.અધિ. મારફતે તેઓને પડતી તમામ મુશ્કેલીઓ અગાઉથી જાણી તેના નિવારણ માટે અગોતરુ આયોજન કરવા જણાવેલ અને સ્થાનિક પોલીસ અને બહારથી આવતી ફોર્સ વચ્ચે ટીમ ભાવના પેદા થાય તેવા દરેક પ્રયત્નો કરવા જણાવવામાં આવેલ. સદરહું ચુંટણી શાંતિપુર્ણ અને મુકત વાતાવરણમાં યોજાય તથા મતદાતાઓ ભયમુકત રીતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સારુ દરેક વિસ્તારમાં કોમ્બીંગ, ફુટ પેટ્રોલીંગ, મહોલ્લા/ગામડાઓની મુલાકાત, અટકાયતી પગલા, નાસતા-ફરતા આરોપીની ધરપકડ, બુથ/બિલ્ડીંગની મુલાકાતો, ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ વિગેરે વધુ પ્રમાણમાં કરવા સુચના કરવામાં આવી હતી

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં કુલઃ-૭૯૧૫ લાયસન્સ વાળા હથીયારો આવેલા છે. જે પૈકી કુલઃ-૭૭૦૭ લાયસન્સ વાળા હથીયારો જમા લઇ લેવામાં આવેલ છે અને બાકી રહેલા કુલ – ૨૦૮ લાયસન્સ વાળા હથીયાર જમા લેવાની કાર્યવાહી હાલે ચાલુમાં છે.

 નોન બેલેબલ વોરંટોની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં આચાર સહિતા બાદ કુલ- ૨૬૧ નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલ છે. જે કુલ વોરંટોના ૭૯% બજવણી કરવામાં આવેલ છે.

 ગે.કા.હથીયાર, એન.ડી.પી.એસ. તથા પ્રોહીબીશનના કેસોની વિગતઃ-
આચાર સંહિતા લાગુ પડી ગયા બાદ રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં (૧) ગે.કા.હથીયારધારા ના કુલ-૧૧ કેસો કરવામાં આવેલ છે જેમાં ૧૧-હથીયાર તેમજ ૨૧-કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. (ર) એન.ડી.પી.એસ.એકટ ને લગતા કુલ-૧ કેસ કરવામાં આવેલ છે. (૩) ભારતીય બનાવટના ઇંગ્લીશ તેમજ દેશી દારુના મળી કુલ-૯૦૮ કેસો કરી કુલ-૮૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સદર આરોપીઓ પાસેથી કુલ રૂ.૧૨,૬૭,૭૧૫/- નો ઇંગ્લીશ તથા દેશીદારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૪,૮૪,૦૮૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

 ચેક પોસ્ટની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ-૧૦૦ ચેક પોસ્ટ કાર્યરત છે જેમાં કુલ-૩૬૧ પોલીસ કર્મચારીઓ ગે.કા.દારૂની હેરફેર, ગે.કા.રોકડની હેરફેર, ગે.કા.હથીયારોની હેરફેર તેમજ ગે.કા.માદક પદાર્થોની હેરફેર અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી વાહન ચેકીંગની કામગીરી કરી રહેલ છે.

 એફ.એસ.ટી. તથા એસ.એસ.ટી. ટીમોની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં એસ.એસ.ટી.ની કુલ-૬૦ ટીમો તેમજ એફ.એસ.ટી.ની કુલ-૫૯ ટીમો બનાવવામાં આવેલ છે. તેઓ રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી કામગીરી કરી રહેલ છે.

 ચુંટણીલક્ષી તાલીમની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓના કુલ-૫૭૭૦ પોલીસ અધિકારી / કર્મચારીઓ છે જે તમામને ચુંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલ છે.

 અટકાયતી પગલાની વિગતોઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ચુંટણી અનુસંધાને કુલ-૨૦,૦૬૦ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે જેમાં કુલ-૧૨૭ આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો તથા કુલ-૨૪૨ આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો મુકેલાનો પણ સમાવેશ થયેલ છે. આમ છતા વધુમાં વધુ પાસા અને હદપારીની દરખાસ્તો મુકી અસામાજીક તત્વોને અંકુશમાં લેવા માટે સુચના કરવામાં આવેલ છે.

 વિલેજ વિઝીટેશનની વિગતોઃ-
રેન્જના તમામ પોલીસ અધિક્ષકશ્રી, ના.પો.અધિ.શ્રી તથા થાણા અધિ.શ્રીઓને પોત-પોતાના વિસ્તારમાં છેલ્લા ૧૦ (દશ) દિવસમાં રેન્જના કુલ-૯૮૦ ગામોની સીનીયર પોલીસ અધિકારીઓ દ્રારા વિલેજોની વિઝીટ કરવામાં આવેલ છે. તેમજ સદર વિઝીટ દરમ્યાન ગામની જનતાની મુશ્કેલી તથા રજુઆતો સાંભળી તેનો ત્વરીત નિકાલ કરવા સુચના કરેલ છે. જો કોઇ ગામમાં સંવેદનશીલ બનાવ બનેલ હોય અથવા કોઇ રજુઆત હોય તો આવી રજુઆતો સાંભળી તાત્કાલીક નિકાલ કરવા તેમજ ઉકેલ લાવવા સુચના કરેલ છે. ગામમાં જો કોઇ અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાની વિગતો મળે તો તેના ઉપર જરૂરી કાયદેસરના પગલા લેવા પણ સુચના કરેલ છે.

 સોશીયલ મીડીયાઃ-
આગામી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ ને ધ્યાનમાં રાખી અત્રેની રેન્જ હસ્તકના તમામ જીલ્લાઓમાં સોશીયલ મીડીયા ઉપર વોચ રાખવા માટે કુશળ ટીમનુ ગઠન કરવામાં આવેલ છે. જેના નોડલ અધિકારીની પણ નિમણુંક કરવામાં આવેલ છે. જે ટીમો ધ્વારા સોશીયલ મીડીયાના દરેક પ્લેટફોર્મ ઉપર સતત વોચ રાખવામાં આવશે અને કોઇ પણ વાંધાજનક પોસ્ટ ઉપર ત્વરીત કાર્યવાહી કરશે. અફવાઓ, ફેક ન્યુઝ, ગેર માર્ગે દોરતી પોસ્ટ કરનાર દરેક યુઝર્સ ઉપર ત્વરતી અને સખત કાર્યવાહી કરવા માટે તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સુચના કરવામાં આવેલ છે.

 પેરામીલેટ્રીની વિગતઃ-
આગામી વિધાનસભા ચુંટણીમાટે રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં બી.એસ.એફ.ની (૪-ચાર) કંપનીઓ અને સી.આર.પી.એફ.ની (૮-આઠ) કંપનીઓ મળી કુલ-૧૨ કંપનીઓની ફાળવણી કરી દેવામાં આવેલ છે.

 નાસતા-ફરતા આરોપીઓની વિગતઃ-
ચુંટણી લક્ષી આચારસંહિતાના અમલી કરણ બાદ રાજકોટ રેન્જના જિલ્લાઓના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે જે અનુસંધાને આચારસહિતા લાગુ થયા બાદ કુલ-૨૦ નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલ છે. અને હજુ પણ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી કરવા સુચના કરેલ છે.

 ડાયલ-૧૦૦ / કન્ટ્રોલરૂમઃ-
આગામી વિધાનસભા ચુંટણી દરમ્યાન આર્દશ આચારસંહિતાના અમલીકરણ માટે દરેક જિલ્લા ખાતે કન્ટ્રોલરૂમમાં ઇન્ચાર્જ તરીકે યોગ્ય અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. કન્ટ્રોલરૂમ ખાતે ઉમેદવારો અને જાહેર જનતા તરફથી કરવામાં આવતી તમામ ચુંટણીલક્ષી ફરીયાદો ઉપર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ કન્ટ્રોલરૂમ ઉપર રેન્જ કચેરી ખાતેથી સતત મોનીટરીંગ રાખવામાં આવશે.

    હાલે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવા તેમજ ગેરકાયદેસર હથીયારોની હેરફેર તથા દારૂબંધીની નીતીનો કડક અમલ થાય તે સારૂં માદક પદાર્થોના ઉત્પાદન / હેરફેર / વેચાણ સાથે સંકળાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતિ અંકુશમાં લેવા માટે લીસ્ટેડ બુટલેગરો, માથાભારે શખ્સો, અસામાજીક તત્વો, હિસ્ટ્રીશીટરો, તોફાની તત્વો વિગેરે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. સદરહું વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ન જોખમાય તે માટે આગોતરી રણનીતિ ઘડવા માટે પણ સદર ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવેલ હતુ.
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page