HomeGujaratવીરપર ( માટેલ) પ્રા. શાળામાં બાળકોને શક્ષણિક કીટનું વિતરણ.

વીરપર ( માટેલ) પ્રા. શાળામાં બાળકોને શક્ષણિક કીટનું વિતરણ.

વાંકાનેર તાલુકાના વીરપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકાનો માટેલ વિસ્તાર આર્થિક રીતે પછાત વિસ્તાર ગણાય છે. આવા વિસ્તારમાં આવેલું વીરપર ગામ પણ આર્થિક રીતે પછાત ગામ છે. ગામની પ્રાથમિક શાળામાં આશરે 190 જેટલા બાળકો અભ્યાસ કરે છે જેમના વાલીની આર્થિક સ્થિતિ મધ્યમ કે નબળી છે.

મોરબીના સામા કાંઠા ( લાલપર ) વિસ્તારમાં આવેલી SBI બેંક રીજનલ ઓફિસના સેવાભાવી- ધાર્મિક સ્વભાવના કર્મનિષ્ઠ કર્મચારી પારસભાઈ જયપ્રકાશભાઈ મામતોરા દ્વારા વિરપર પ્રા. શાળાના બાળકોને શૈક્ષણિક કીટ, બુક અને પેન નું વિતરણ કરવામાં આવેલ. જરૂર પડ્યે ગરીબ બાળકોને વધુ મદદરૂપ થવા પ્રતિબદ્ધતા દર્શાવેલ.

આ પ્રસંગે શાળાના આચાર્યની સંદિપભાઈ કોરીંગા અને શાળા પરીવારે દાતાશ આભાર માની તેમનું સન્માન કરવામાં આવેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW