HomeGujaratમાળિયા સગીરા અપહરણ કેસમાં ફરાર આરોપી સુરેન્દ્રનગરના લીંબડીથી ઝડપાયો

માળિયા સગીરા અપહરણ કેસમાં ફરાર આરોપી સુરેન્દ્રનગરના લીંબડીથી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સીપીઆઈ મોરબીની ટીમ કાર્યરત હોય, દરમિયાન માળિયા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં આરોપી અને ભોગ બનનાર બંને સુરેન્દ્રનગરના લીંબડી ખાતે હોવાની બાતમી મળતા સીપીઆઈ ટીમ લીંબડી ખાતે રવાના કરી હતી. જ્યાંથી આરોપી જયંતી બાબુ સોલંકી રહે કમલપુર, તા. પાટડી સુરેન્દ્રનગર વાળો અને ભોગ બનનાર મળી આવતા આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસ મથકમાં સોપવાની તજવીજ હાથ ધરી છે. જે કામગીરીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવા સહિતની ટીમ જોડાયેલી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW